Sihor

સિહોર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજના સ્મશાન માટે ફાળવાયેલ જગ્યાને વહેલી તકે નિમ કરો

Published

on

પવાર

કોળી સમાજના આગેવાનો દ્વારા રજુઆત, આવતા 20 દિવસના યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી

સિહોર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજના સ્મશાન માટે ફાળવાયેલ જગ્યાને વહેલી તકે નિમ કરવાની માંગ ઉઠી છે. કોળી સમાજના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી છે કે આવતા 20 દિવસના યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સિહોર શહેરમાં લીલાપીર વિસ્તાર ખાતે આવેલ અમોના કોળી સમાજના સ્મશાન માટે ફાળવવામાં આવેલ જમીન બાબતમાં આજથી આશરે સાડા ત્રણ વર્ષ પૂર્વે બંને પક્ષોના સામાજિક આગેવાનો તેમજ સિહોર નગરપાલિકા અને પોલીસ મથકના મુખ્ય અધિકારી તેમજ નગરસેવકોની હાજરીમાં જમીન બાબતનો સુખદ સમાધાન સાથે અંત થઈ ગયેલ હતું જે વાતને આજે સાડા ત્રણ વર્ષ બાદ પણ જમીનને નીમ કરવામાં આવી નથી.

Identify the land allotted for Koli Samaj crematorium in Sihore Leelapir area as soon as possible

અને સાડા ત્રણ વર્ષ દરમિયાન અનેક લેખિત મૌખિક રજુઆત છતાં યોગ્ય નિવાડો આવતો નથી ત્યારે આજ દિન સુધી આ બાબતમાં કોઈ જ ઉકેલ કે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી. આવતા દિવસ ૨૧માં એટલે કે તારીખ: ૦૮/૦૫/૨૦૧૩ સુધીમાં નીમ કરવામા નહિ આવે તો જમીન સંબંધિત તમામ લોકો સહ પરિવાર સાથે તેમજ કોળી સમાજના સામાજિક સંગઠનોના પ્રમુખો, કાર્યકરો, આગેવાનો દ્વારા ગાંધી ચિધ્યાં માર્ગે ચાલી ધરણા કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી છે..

Advertisement

Trending

Exit mobile version