Botad
પોલીસની માનવતા : બોટાદ પોલીસે ફરજની સાથે માનવતા પણ દાખવી, આકરી ગરમીમાં ચાલકોને લીંબુ શરબત પીવરાવ્યું
રઘુવીર મકવાણા
આમ તો પોલીસનું નામ પડે ને હળવો ભયનો ધ્રાસકો સામાન્ય માણસોને પડતો હોય પણ પોલીસ ખરા અર્થમાં પ્રજાનો મિત્ર હોવાનો ચરિતાર્થ બોટાદ પોલીસે સાબિત કરી બતાવ્યો છે કાળઝાળ ઉનાળાની આવી ગરમીમાં 43 થી 44 ડિગ્રી જેટલો તાપમાન ના પારા વચ્ચે પણ ફરજ નિષ્ઠાઓ બજાવતા બોટાદ જિલ્લા ટ્રાફીક પોલીસે ઉનાળામાં લોકોને લું ના લાગે માટે હજારો ગ્લાસ લીંબુ સરબત બનાવીને ભર બપોરે લોકોને વ્હાલથી પીવરાવી રહ્યા હોય ત્યારે બોટાદ પોલીસ તંત્રનું અનુકરણ અન્ય જિલ્લામાં થાય તો સોનામાં સુગંધ ભળે સમગ્ર રાજ્યમાં હિટ વેવ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.


હવામાન વિભાગે પણ આગાહી આપી છે અને હજુ બે ત્રણ દિવસ ભારે ગરમી પડવાની છે ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જ્યોતિ ગ્રામ સર્કલ નજીક ફરજ સાથે માનવતા દેખાડી રહ્યા છે અહીં થી પસાર થતા વાહનોનું ચેકીંગ કરી રહ્યા છે અને સાથો સાથ વાહન ચાલકોને ગરમી ઉનાળામાં લુ.ના લાગે તે માટે લીંબુ સરબત પાઈ રહ્યા છે અને સાથો સાથ લોકોને ટ્રાફિક અંગે માહિતી આપી અને ગાડીઓમાં રેડીયમ પેટ્ટી લગાવી ને લોકોને સજાગ કરી રહ્યા છે.


આ ધોમધખતા તાપમાં વાહન ચાલકોએ પણ જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે અને ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક જિલ્લા ટ્રાફિક પોલીસ કરી રહી છે..