Botad
બિપોરજોય વાવાઝોડાને લઈ બોટાદ જિલ્લા પોલીસ સજ્જ, કોઈપણ સ્થિતિમાં પોહચી વળવાની તૈયારી
રઘુવીર મકવાણા
સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં, કંટ્રોલરૂમ કાર્યરત, પોલીસની અલગ અલગ ટિમો તૈયાર
બીપોરજોય વાવાઝોડાને લઈ બોટાદ પોલીસ એક્શન મોડમાં આવી છે, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિ ને પહોંચવી વળવા પોલીસ ખડેપગે રહેશે જિલ્લાના લોકોને સાવચેત રહેવા જરૂર વગર ઘર બહાર ન નીકળવા પોલીસે અપીલ પણ કરી છે.
હવામાન વિભગની આગાહીને ધ્યાનમાં રાખી હાલ ગુજરાત પર બીપોરજોય વાવાઝોડાને લઈને બોટાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી બોટાદ શહેર અને જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિ ને પહોચી વળવા જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ જિલ્લાની તમામ પોલીસની અલગ અલગ ટિમો તૈયાર કરવામાં આવી છે બોટાદ જિલ્લા પોલીસ તરફથી તમામ થાણા અધિકારીઓ તમામ પોલીસ સ્ટાફને તેની સંભવિત અસરો વિશે તથા ઓપરેશન વિશે માહિતગાર કરવામાં આવ્યા છે.


ઈમરજન્સીમાં પહોંચી વળવા માટે વ્હીકલ્સ તથા ઇમરજન્સીના તમામ સાધનો ઉપસ્થિત છે તે અંગે ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું છે તે માટે પોલીસ પાસે એક કેમ્પર વાહન ઉપલબ્ધ છે જેમાં તમામમાં મોર્ડન વીંટ છે ઇમરજન્સી લાઈટ છે કેમેરા છે એમ આર છે વગેરે સાધનો ઉપલબ્ધ છે આ તમામ સાધનો દ્વારા પણ ઓપરેશન છે તે કરવા માટે તાલીમ પણ આપવામાં આવી છે તમામ બોટાદ જિલ્લાના રહેવાસીઓને અપીલ કરવામાં આવે છે કે આગામી કન્ડિશન છે તે માટે બિનજરૂરી ઘરની બહાર નીકળી અને જળાશયો તરફ ન જાય વધારે ઝડપી પવન ફૂંકાય તો કોઈ સલામતી મુશ્કેલીમાં પોલીસ કંટ્રોલ ના રૂમ નો સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી છે