Sihor
તેમનું નામ “મિત” તેમના 18 વર્ષ પુરા થયા 19 વર્ષમાં પ્રવેશ થયો, કોલેજમાં અભ્યાસ કરે છે, આજે તેમનો જન્મ દિવસ છે
દેવરાજ
મિત સિહોર પોલીસ અધિકારી પીઆઇ ભરવાડના પુત્ર છે, મિત ખૂબ એક લાગણીશીલ યુવાન છે, સ્કૂલના નાનાં ભૂલકાઓ સાથે મિતે ફ્રુટ વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો, મિત જણાવે છે કે બાળકોના આનંદમાં પ્રત્યેક વ્યક્તિએ સહભાગી થવું જોઈએ
આ સમય જોતા જન્મ દિવસની ઉજવણી રોડ પર કે બહાર ફરવા જઈને મિત્રો કે સગાસંબંધીઓ સાથે કેક કાપવાની અને જન્મદિવસની પાર્ટીને ઉજવવાની એક ફેશન બની ગઈ છે. જોવા જઈએ તો અમુક લોકો પોતાના બર્થ ડે પર લોકોની સેવા કરતા નજરે પડે છે.
જયારે પોતાના જન્મ દિવસ પર અમુક વ્યક્તિ ગરીબ લોકોને પોતાનાથી થઇ શકે એમ હોય એટલી મદદ કરે છે. સિહોર પોલીસમાં ફરજ બજાવતા પીઆઇ ભરવાડના પુત્ર મિતનો આજે જન્મ દિવસ છે અને તે પોતાના 19માં જન્મદિવસ નિમિતે સ્કૂલ બાળકોની સેવા કરતા જોવા મળ્યા છે. હાલમાં નવ યુવકો જન્મદિવસ ની ઉજવણીમાં બર્થડે કેક કાપી અને પાર્ટી જેવા વ્યસ્ત ખર્ચા કરતા હોય છે દેખા દેખી કરી જન્મદિવસની ઉજવણીમાં હજારો રૂપિયાનો ધુમાડો કરી નાખતા હોય છે. ત્યારે મિતે બાળકો સાથે જન્મ દિવસ ઉજવી સેવા પર્મો ધર્મ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ.સી.જી ભરવાડના લાડકવાયા દિકરા મીતનો આજે જન્મદિવસ હોય ત્યારે મિતના આજે ૧૮ વર્ષ પૂર્ણ કરીને ૧૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને હાલમાં મિત કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને હજી ખૂબ આગળ વધવાની પણ પ્રેરણા રાખીને પોતાનો નિર્મળ સ્વભાવથી જીવન જીવી રહ્યા છે અને મા બાપના અને બા બાપુજીના આશીર્વાદ લઈને મિત આજે પોતાનો જન્મદિવસ તેના પરિવાર સાથે ઉજવણી કરેલ.



જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે સિહોર પોલીસ સ્ટાફ દ્વારા પણ શિહોર ની વિવિધ પ્રાથમિક શાળામાં પછાત વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા હોય તે પ્રાથમિક શાળામાં બાળકોને ફ્રુટ અને ચોકલેટ વિતરણ કરીને આજે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આજના ખાસ જણાવે છે કે બાળકોના આનંદમાં પ્રત્યેક વ્યક્તિએ સહભાગી થવું જોઈએ, મિતના જન્મ દિવસની આ ઉજવણી પ્રત્યેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે