Sihor

કર્મનિષ્ઠ શિક્ષકો દેશ અને બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે : પીઆઇ ભરવાડ

Published

on

પવાર

શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત પીઆઇ ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં સિહોર વિદ્યામંજરી સ્કૂલ ખાતે શિક્ષક દિવસ ઉજવી શિક્ષકોને સન્માનિત કર્યા

ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા. ત્યારે લોકોએ તેમને તેમનો જન્મ દિવસ ઉજવવાનું કહેવામાં આવ્યું. તો તેમણે કહ્યું કે 5 સપ્ટેમ્બરના રોજ મારો જન્મ દિવસ ઉજવવાને બદલે ભણતરને મારૂ સમર્પણ સમજીને આ દિવસ ને શિક્ષક દિવસ તરીકે મનાવવો જોઈએ. ત્યાર પછી 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Committed teachers shape future of country and children : PI Bharwad
Committed teachers shape future of country and children : PI Bharwad

સિહોર ખાતે આજે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા વિદ્યામંજુરી સ્કૂલ ખાતે પોલીસના પીઆઇ એચ જી ભરવાડ અને સ્ટાફ દ્વારા શિક્ષકોને સન્માનિત કર્યા હતા પીઆઇ ભરવાડે જણાવ્યું હતું કે, કર્મનિષ્ઠ શિક્ષકો દેશનું અને બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે. શિક્ષિત પેઢી દેશને પુરુ પાડવાનું કામ શિક્ષકો કરી રહ્યાં છે. વાલીઓએ માટી સ્વરૂપે શિક્ષકોને સોંપેલા બાળકનું કોડિંયુ બનાવી તેમાં શિક્ષણરૂપી જ્યોત પ્રગટાવવાનું ભાગીરથ કાર્ય શિક્ષકોએ કરવાનું છે.

Committed teachers shape future of country and children : PI Bharwad
Committed teachers shape future of country and children : PI Bharwad

વધુમાં તેમણે ઉમેર્યું કે, શાળામાં દાખલ થતું બાળક તેના શિક્ષકને આજીવન યાદ કરે છે, ત્યારે શાળાના શિક્ષકો પાયાનું શિક્ષણ બાળકોને આપવામાં ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યાં છે. તેના કારણે આજે છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ ઉચું આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આજે જ્યારે શિક્ષક દિવસ ઉજવાઇ રહ્યો છે, ત્યારે સિહોરમાં શિક્ષકોને સન્માનિત કરવાનો મને અવસર મળ્યો છે. એનાથી વિશેષ ખુશી કઈ હોય શકે

Advertisement

Trending

Exit mobile version