Gujarat

કાલે હરણી રોજુ : શનિવારે રમઝાન ઈદ : મુસ્લીમ સમાજમાં રૂહાની માહોલ

Published

on

Devraj

આજે અફઝલ મોટી રાત : મસ્જીદોમાં મુસ્લીમ બિરાદરો રાતભર કરશે ઈબાદત: 29 રોજા થવાની શકયતા

મુસ્લીમ સમાજમાં જેનુ વિશેષ મહત્વ રહેલુ છે તે પવિત્ર રમજાન માસ હવે અંતિમ તબકકામાં પહોંચી ગયો છે. ઈબાદતના માસ તેવા રમજાન માસમાં મુસ્લીમ બિરાદરો રોજા રાખી ગરીબોને જકાત ખેરાત કરી પૂણ્યનુ ભાથુ બાંધી રહ્યા છે. રમજાન માસમાં પાંચ રાતની મોટી રાત ગણવામાં આવે છે. જેમાં આજની રાતને અફઝલ મોટી રાત તરીકે મુસ્લીમ સમાજ મનાવશે. જયારે આવતીકાલે 27મુ હરણી રોજુ મનાવવામાં આવનાર છે. અફઝલ મોટી રાત નિમિતે આજે રાતભર શહેરની તમામ મસ્જીદોમાં મુસ્લીમ બિરાદરો કુરાન શરીફનું પઠન કરી રાતભર ઈબાદત કરશે. જયારે આવતીકાલે 27મુ હરણી રોજુ હોય મુસ્લીમ બિરાદરો મોટી સંખ્યામાં આ હરણી રોજુ રાખશે. હરણી રોજાનુ વિશેષ ધાર્મિક મહત્વ રહેલુ હોય મુસ્લીમ સમાજની સાથે હિન્દુ સમાજના સદસ્યો પણ આ 27મુ હરણી રોજુ પ્રતિવર્ષ રાખે છે.

Harani Roju tomorrow: Ramadan Eid on Saturday: Spiritual situation in Muslim society

આ વખતે 29 રોજા થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આગામી શુક્રવારે ચાંદ દેખાય તો શનિવારે રમજાન ઈદ મનાવવામાં આવશે. નહીંતર રવિવારે રમજાન ઈદ મનાવવામાં આવશે. રમજાન માસમાં પ્રારંભિક તબકકે ધૂપ-છાંવભર્યું વાતાવરણ રહેતા રોજેદારોને થોડી રાહત રહેવા પામી હતી. જો કે હવે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે. રમજાન માસને અનુલક્ષીને શહેરની તમામ મસ્જીદોને રોશનીનો શણગાર કરવામા આવી રહ્યો છે. આ વખતે રમજાન માસમાં પાંચ શુક્રવાર આવતા મુસ્લીમ બિરાદરોનો ઉત્સાહ બેવડાયો છે. મુસ્લીમ બિરાદરો આ પવિત્ર માસમાં ગરીબોને જકાત ખેરાત કરી રહ્યા છે. આવતીકાલે 27મુ હરણી રોજુ મનાવશે. દરમ્યાન રમજાન ઈદને મનાવવા માટે પણ મુસ્લીમ સમાજ દ્વારા તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામા આવી છે. દરમ્યાન મુસ્લીમ સમાજના આગેવાન નૌશાદ કુરેશીનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યુ હતુ કે શુક્રવારે ચાંદ દેખાય તો શનિવારે રમજાન ઈદ મનાવાશે, નહીંતર રવિવારે રમજાન ઈદ થશેે.

Advertisement

Exit mobile version