Gujarat
હનુમાનજી મુર્તિ વિવાદ: સાળંગપુર, કુંડળ, વડતાલ, પોઈચા સ્વામિનારાયણ મંદિરને લીગલ નોટિસ
Kuvaadiya
બીએપીએસ દ્વારા યુ-ટયુબ પર અપલોડ કરેલ ભગવાન શંકર અને માતા પાર્વતીનો અપમાનિત વીડિયો ડિલીટ કરવા પણ નોટિસ, નહીતર કાનુની કાર્યવાહીની ચીમકી
શ્રી રામ ભક્ત હનુમાનજીના વિવાદિત મુર્તિ, પોસ્ટરો, લગાડવા બાબતે સાળંગપુર, કુંડળ, વડતાલ, પોઈચા, રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરે નોટીસ મોકલાઈ છે. બીએપીએસ દ્વારા યુ ટ્યુબ પર અપલોડ કરેલ ભગવાન શંકર અને માતા પાર્વતીનું અપમાનિત વિડીયો ડિલીટ કરવા નોટિસમાં જણાવાયું છે નહિતર કાનૂની લડતની ચીમકી અપાઈ છે. સાળંગપુર ખાતે ગત તા.6/4/2023 ના હનુમાન જયંતિના પર્વ પર શ્રી રામ ભક્ત હનુમાનજીની 54 ફુટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરેલ. જે મુર્તિની નીચે ચારેય તરફ જે શ્રી રામ ભક્ત હનુમાનજીના ચિત્રો દર્શાવેલા જેના લીધે હિન્દુ સનાતન ધર્મનું અપમાન થયેલ તેમજ હિન્દુ લોકોની લાગણીને ઠેસ પહોંચેલી, ઘણી બધી હિન્દુ સંસ્થા, સમિતિઓ દ્વારા તેમજ લાખો હિન્દુ ધર્મ પ્રેમીઓએ એવા પોસ્ટરો નો સોશિયલ મીડિયા મારફત વિરોધ દર્શાવેલ હતો, છેલ્લા થોડા દિવસથી સાળંગપુર મંદિરના ચિત્રો વિવાદમાં આવેલા હતા. તેમજ બોટાદ જિલ્લાના અન્ય એક કુંડળ ગામ કે જ્યાં સ્વામિનારાયણ મંદિર આવેલ જેમાં પણ શ્રી રામ ભકત હનુમાનજી શ્રી નીલકંઠવર્ણીને ફળાહાર ધરતા હોય એ મુર્તિનો પણ વિવાદ થયેલો હતો.
જેમાં નીલકંઠવર્ણી ની સેવા શ્રી રામ ભકત હનુમાનજી કરતાં હતા, તેમજ યુ ટ્યુબ પર બીએપીએસ (સ્વામિનારાયણ અક્ષરપીઠ) દ્વારા નીલકંઠ એન્ડ ધ સ્નો ઓફ ધ હિમાલ્યાસ : સ્વામિનારાયણ ચિરિત્ર નામનો એનિમેશન એપિસોડ (1 ક્લાક, 10 મિનિટ, અને 19 સેક્ધડનો જે અપલોડ કરવામાં આવેલ તેમાં 25 મી મિનિટે વાળા ભાગમાં ભગવાન શંકર અને માતા પાર્વતી શ્રી નીલકંઠવર્ણી ની સેવા કરતાં એમને પ્રણામ કરતાં દર્શાવેલ હતા. જેના લીધે પણ હિન્દુ સનાતન ધર્મ અને લાખો હિન્દુ લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ રાજકોટના યુવા એડવોકેટ રવિરાજસિંહ વિ. રાઠોડ કે જે હિન્દુ સમિતિઓ સાથે સંકડાયેલા હોય અને કારડીયા રાજપુત રાજકોટ શહેરના ઉપ-પ્રમુખ હોય અને લાખો હિન્દુઓ ની લાગણી દુભાએલી હોય ત્યારે એમના દ્વારા સાળંગપુર, કુંડળ, વડતાલ, પોઈચા, તેમજ રાજકોટ ખાતેના સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીઓને આ વિવાદિત ચિત્રો, પોસ્ટરો, મુર્તિઓ તેમજ ઓનલાઈન અપલોડ કરેલ વિડીયોને તાત્કાલિક ધોરણે હટાવી લેવા નોટીસ પાઠવી છે. વકીલોએ જણાવ્યું કે, દરેક યુગમાં સંત પુરુષો થઈ ગયા. કોઈ સંત મહાપુરુષે ભગવાન પાસે સેવા કરાવેલી નથી. જે યુગો યુગોથી ભગવાનનું અસ્તિત્વ ધરાવતા હોય એમની પાસે કોઈ માનવ સેવા કરાવે એવું બનેલ નથી. ને આવા ચિત્રોથી હિન્દુ સનાતન ધર્મનું અપમાન થયેલ છે અને લાખો કરોડો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચેલી છે. જેથી કરીને આવા વિવાદિત ચિત્રો, પોસ્ટરો, મુર્તિઓ તેમજ અપલોડ કરેલ વિડીયો ને તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવે અને એમ નહીં કરે તો કાનૂની વકીલ લડત લડશે તેમ જણાવ્યું છે.