Sihor
ગુરૂનાનક જયંતિ નિમિતે સિહોર સિંધી કેમ્પમાં નીકળેલી શોભાયાત્રામાં આખલા ઘુસ્યા ; સાત થી આઠ ઇજાગ્રસ્ત
ઓન ધ સ્પોટ..
રાત્રે 8/55 કલાકે
પવાર
શહેરમાં છાશવારે આખલા યુદ્ધ : લોકો ભયભીત : શોભાયાત્રા દરમિયાન લોકોમાં નાસભાગ ; લોકોને આખલાઓના ત્રાસમાંથી મુક્તિ આપવા નક્કર કાર્યવાહીની માંગ
સિહોર શહેરમાં હમણાંથી રસ્તે રઝળતા ઢોરનો આતંક વધ્યો છે.અનેક વિસ્તારો ઢોરવાડામાં ફેરવાયા હોય એમ જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. આથી છાસવારે આખલા યુદ્ધથી લોકો ભયભીત બની ગયા છે. તેમાંય આજે ગુરૂનાનક જયંતિ હતી સિહોર સિંધિ કેમ્પમાં શોભાયાત્રાનું આયોજન થયું હતું જે દરમિયાન આખલાએ સાત થી આઠ લોકોને હડફેટ લેતા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લાંબા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે ખાસ કરીને સિહોરમાં આખલાઓના કારણે લોકોની હાડમારી વધી છે. જાહેર રોડ કે રહેણાક વિસ્તારમાં બેસેલા કે ઉભેલા રખડતા ઢોર વચ્ચે ક્યારે લડાઈ થાય તે નક્કી જ નથી હોતું. ગમે ત્યારે આખલા યુદ્ધ થાય છે. આ ખૂટીયાઓ જાહેરમાં લડી ઝઘડી પડીને ટ્રાફિકને બાનમાં લઈ ભારે આંતક મચાવે છે. તેમજ વાહનોને અને લોકોને પણ નુકશાન પહોંચાડે છે. આખલા યુદ્ધને કારણે લોકોના જીવ પણ ગયાના બનાવો બન્યા છે. દરમિયાન ખુટિયાઓએ હદ કરી નાખી છે આજે ગુરૂનાનક જયંતિ નિમિતે સિહોર સિંધી કેમ્પમાંથી નીકળેલી શોભાયાત્રામાં આખલા ઘુસ્યા હતા જેમાં સાત થી આઠ લોકોને નાની મોટી ઇજા થઇ હતી જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા શોભાયાત્રામાં બનાવને લઈ લોકો નાસભાગ મચી હતી જેથી લોકો ભયભીત બની ગયા હતા.