Sihor
ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે જ : ભાજપ શાસનમાં લોકોની પાંચેય આંગળી ઘીમાં : વિક્રમભાઈ નકુમ
કુવાડિયા
- કોંગ્રેસ આપના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ જશે : સર્વત્ર કેસરીયા તરફી માહોલ : 130 સીટે ફરી સરકાર બનશે : ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સૌ કોઈની કામગીરી પ્રશંસાપાત્ર રહી – વિક્રમભાઈ નકુમ
સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમેં એક વાતચીતમાં દાવા સાથે કહ્યું છે કે ફરી ગુજરાતમાં ભાજપનું શાશન સ્થાપિત થવાનું છે અને 130 સીટ ફરી ભરોસાની સરકાર બનવાની છે ભાવનગર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણની ૮૯ સીટોનું મતદાન પૂર્ણ થયું છે. આ અવસરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા મતદારો, તમામ ઉમેદવારો, તંત્ર અને મીડિયા પ્રત્યે આભાર વ્યકત કરતા આગળ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર તરફી મોટાપાયે જંગી મતદાન થયાનું જણાય આવે છે. મતદારોએ વિકાસને મત આપ્યો છે, કમળના નિશાનવાળું બટન દબાવ્યું છે.
બીજા તબક્કાના મતદાનમાં પણ આ જ પ્રકારે મતદારો ભાજપને મત આપશે એવો વિશ્વાસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ જવાની છે. ભાજપ ઉમેદવારો ભવ્યાતિભવ્ય વિજય મેળવવાના છે. સર્વત્ર કેસરિયા તરફી માહોલ છે જે ચૂંટણીના પરિણામ દિવસે જોવા મળશે. ઇવીએમમાંથી કમળ જ નીકળવાના છે. ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે. ભાજપના ભવ્ય વિજયમાં મતદારો, કાર્યકરોનો ફાળો વિશેષ હશે. તેમ વિક્રમભાઈએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે વિક્રમભાઈ નકુમ અને સિહોરના અન્ય કાર્યકરો હાલ અમદાવાદ ખાતે આવેલ વેજલપુર વિસ્તારોના ઉમેદવાર અમિતભાઈ ઠાકરના પ્રચાર પ્રસાર અને સભાઓ લઈ રહ્યા છે