Sihor

GST કૌભાંડનો રેલો સિહોર સુધી આવ્યો : સ્ક્રેપના વેપારીએ મજૂરી કરી પેટયું રળતા વ્યક્તિના નામે GST નંબર લીધો

Published

on

પવાર

જુદાજુદા શહેરોમાં બોગસ બિલિંગ દ્વારા જીએસટી ચોરીના કરોડો કરોડોના કૌભાંડનો રેલો સિહોરમાં પણ આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. મળતી માહિતી મુજબ, જીએસટી ચોરીના કૌભાંડની એટીએસ તેમજ જીએસટી વિભાગ દ્વારા ઠેકઠેકાણે તપાસ ચાલી રહી છે.જે દરમિયાન જીએસટી વિભાગે સિહોરમાં પણ તપાસ કરાવી હોવાની માહિતી જાણવા મળી છે. મળતી વિગતો મુજબ પોલીસ દ્વારા સિહોરમાં મજૂરી કરી પેટિયું રળતા વ્યક્તિઓની અટકાયત કરીને તેને જીએસટી વિભાગને સોંપી દેવાયા છે. સ્ક્રેપના વેપારીએ આ મજૂરી કરતા લોકોના નામે જીએસટી નંબર લીધો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતાં વેપારીની વધુ તપાસ કરવામાં આવી રહી છે. જેના નામે જીએસટી નંબર લેવાયો તે વ્યક્તિને કેટલી રકમ મળી છે,કેટલા સમય પહેલાં આ કામ થયું છે અને કેટલી રકમ વસૂલવાની થાય છે તે મુદ્દે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Exit mobile version