Sihor

સિહોર ખાતે ઇદ-એ-મિલાદની આન, બાન ને શાનભેર ઊજવણી

Published

on

શહેરના રાજમાર્ગો પર ઝુલુસ ફર્યું, કોંગ્રેસ દ્વારા સ્વાગત સન્માન, ઠેર ઠેર ઠંડા પીણા અને નાસ્તાના સ્ટોલ, વિશાલ ઝુલુસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા

grand-celebration-of-eid-e-milad-at-sihore

 

સિહોર શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે રવિવારે મહંમદ પયગમ્બર સાહેબનો જન્મદિન (ઇદ-એ-મિલાદ)ની ભારે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિતે જુલૂસ અને નિયાઝ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ ઉત્સવ શાંતિપૂર્ણરીતે સંપન્ન થયો હતો.સિહોર ખાતે આજે રવિવારે ઇદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

grand-celebration-of-eid-e-milad-at-sihore

આ પર્વ હજરત મહંમદ પગમ્બર જન્મ દિવસ હોવાથી ઝુલુસ શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફયું હતું.જુલુસમાં પીરાને તરીકત, આલિમો, પેશઈમામો, નાગરિકો, બાળકો તથા ગાદી-નિશાન, યુવાનો, શણગારેલી બગીઓ જોડાઈ હતી. લાઈટ ડેકોરેશન, પાણી-શરબતની પરબો, મિલાદની મહેફિલો સજાવવા મુસ્લિમ ભાઈઓએ એક સપ્તાહથી તૈયારી કરી હતી.

grand-celebration-of-eid-e-milad-at-sihore

આ ઉત્સવ દરમિયાન કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરમાં ભવ્ય નીકળેલ ઝુલુસમાં બાઇકો, રિક્ષાઓ, કાર, ટ્રેકટરો તથા ટેમ્પા સહિત મોટીસંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા. અહીં કોંગ્રેસ દ્વારા પણ સ્વાગત સન્માન કરાયું હતું

Advertisement

Trending

Exit mobile version