Gariadhar
ગારીયાધાર ; મોબાઇલની બ્રાઈટનેસમાં ભવિષ્યને અંધકારમાં લઈ જઈ રહ્યા છે આજના યુવાનો – આ વાત જરૂરથી વધારે વપરાશની
બરફવાળા
- સોશિયલ મીડિયાના રવાડે ચડેલી ૧૫ વર્ષીય સગીરાને સમજાવવા પાલીતાણા ૧૮૧ અભયમ મદદે આવી
કોવિડ ૧૯ દરમ્યાન શાળાઓ મોબાઈલમાં આવી જતા ફરજીયાત દરેક વિધાર્થીઓએ મોબાઈલમાં ભણવાની જરૂર પડી ગઈ. જે શાળા શરૂ થઈ ગયા બાદ પણ એક કુટેવ બની જેને છોડાવવા માટે કાઉન્સેલિંગ ની મદદ લેવી પડી ને આવી જ એક ઘટના નજરે આવી. ગારીયાધાર પંથકની એક પંદર વર્ષીય સગીર તરુણી ને ઓનલાઈન અભ્યાસ ને લઈને મોબાઈલ ની કુટેવ પડી ગઈ જેને લઈને તે સોશિયલ મીડિયા ની ચેટિંગ એપ્લિકેશન ઉપર મિત્રો સાથે ચેટ કરવા લાગી જેની જાણ માતાપિતા ને થતા તેને દિકરી પાસેથી મોબાઈલ લઈ લેતા દિકરી એ ઘરમાં તોફાનો શરૂ કરી દીધા.
સમગ્ર મામલે ચિંતિત માતાપિતા એ દિકરી ને મોબાઈલ નું વળગણ છોડાવવા માટે પાલીતાણા મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમ ઉપર ફોન કરીને ટીમને મદદ માટે બોલાવી. જેમાં અભયમ ના કાઉન્સેલર બહેનો દ્વારા તરુણ યુવતીને યોગ્ય માર્ગદર્શન સલાહ સુચન પૂરું પાડીને મોબાઈલ ની કુટેવથી તેનું ભવિષ્ય કેવું અંધકાર માં ગરકાવ થઈ રહ્યું છે તેની રક ઝાંખી દેખાડતા તરુણ યુવતીને સમજ આવતા તેને મોબાઈલ નો દૂર ઉપયોગ નહિ કરવાની સમજ આવી હતી જેને લઈને માતાપિતા ને હાશકારો થતા તેને અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના માં દરેક પરિવાર એ એક શીખ લેવી જરૂરી છે