Botad

ઢસા ખાતે વિનામૂલ્યે ચશ્મા વિતરણ અને હિમોગ્લોબીન ચકાસણી કેમ્પ યોજાયો

Published

on

રઘુવીર મકવાણા

સ્વ.વિજયભાઈ વલ્લભભાઈ કટારીયાની પુણ્યતિથિ નિમિત્તે કટારીયાપરિવાર દવારા કેમ્પનું આયોજન

ઢસા ગામે સ્વ વિજયભાઈ વલ્લભભાઈ કટારીયાની પુણ્યતિથિ નિમિત્તે શિશુવિહાર ભાવનગરના સહયોગથી શ્રી નાડોદા રાજપુત સમાજની વાડી ઢસા જંકશન ખાતે વિનામૂલ્યે આંખની તપાસ તથા ચશ્મા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Free spectacles distribution and hemoglobin testing camp held at Dhasa

ઢસા જંકશન ખાતે આવેલ શ્રી નાડોદા રાજપૂત સમાજની વાડી ખાતે સ્વ વિજયભાઈ વલ્લભભાઈ કટારીયાની પુણ્યતિથિ નિમિત્તે કટારીયા પરિવાર દ્રારા શ્રી શિશુવિહાર, ભાવનગરનાં સહયોગથી વિનામૂલ્યે દ્રષ્ટિ ચકાસણી તથા હિમોગ્લોબીન ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા શિબિરમાં નિષ્ણાત ડોક્ટરો દ્રારા વિના મુલ્યે બેતાળા ચકાસણી કરી ૦ થી ૦૪ નંબરના ચશ્માનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

Free spectacles distribution and hemoglobin testing camp held at Dhasa
Free spectacles distribution and hemoglobin testing camp held at Dhasa

તથા ૧૨ થી ૧૫ વર્ષની દીકરીઓનું હિમોગ્લોબીન તપાસી જરૂરીયાત મુજબ ની દવાઓ વિના મુલ્યે વિતરણ કરવામાં આવી હતી જેમાં આ કેમ્પમાં ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્રારા લાભ લેવામાં આવ્યો હતો આ કેમ્પમાં ઢસા વિસ્તારના આગેવાનો વેપારી ભાઈઓ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Exit mobile version