Gujarat

શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ દ્વારા સિહોરના સણોસરા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાશે

Published

on

તા 16 અને શુક્રવારે સણોસરાની કેન્દ્રવર્તી શાળામાં ગોકુળભાઈ આલ આયોજિત નિઃશુલ્ક નેત્ર અને મોતીયાના મેગા કેમ્પનું આયોજન, ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા અનુરોધ, અગાઉના 17 કેમ્પો દરમિયાન 850 થી વધુ દર્દીના સફળ ઓપરેશન

દેવરાજ
શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા સિહોર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દર મહિને નેત્રયજ્ઞ યોજવામાં આવે છે. ત્યારે આગામી શુક્રવારે સણોસરાની કેન્દ્રવર્તી શાળામાં ગોકુળભાઈ આલ આયોજિત નિઃશુલ્ક નેત્ર અને મોતીયાના મેગા કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પમાં અદ્યતન ફેકો પધ્ધતિથી ટાંકા વગરનું ઓપરેશન માત્ર પાંચ જ મિનિટમાં વિનામૂલ્યે કરી મફતમાં નેત્રમણિ બેસાડી આપવામાં આવે છે, સારવાર પણ કેમ્પમાં મફત છે. દર્દીએ એક રૂપિયો ખર્ચ કરવાનો રહેતો નથી.

An eye diagnosis camp will be held at Sanosara, Sihore by Shri Ranchoddasji Bapu Eye Hospital.

આંખના મોતીયા સિવાય જે દર્દીને આંખના પડદાની તકલીફ કે બાળકોને ત્રાસી આંખની તકલીફ હોય તેમનું નિદાન કરીને કે પૂર્વ નિદાનના આધારે કેમ્પમાં ડોકટર ચકાસણી કર્યા બાદ જરૂર જણાયે દર્દી સહમત હોય તો વિના મુલ્યે ઓપરેશન કરાવી અપાઈ છે તમામ આંખના દર્દીઓ અને જરૂરીયાતમંદ તમામ લોકોએ આ સેવાનો લાભ લેવા તથા અન્યોને જાણ કરવા અપીલ સાથે જણાવાયું છે ઉલ્લેખનીય છે કે અગાઉ 17 જેટલા યોજાયેલા નેત્ર નિદાન કેમ્પોમાં 850 જેટલા કેમ્પોમાં સફળ ઓપરેશનો થયા છે. ત્યારે પીઢ ગાંધીવાદી સમાજ સેવક શ્રી નીતિનભાઈ પંચોલીના માર્ગદર્શન અને સહકારથી ગોકુળભાઈ આલ આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે..

Trending

Exit mobile version