Bhavnagar

પ્રયત્ન ફાઉન્ડેશન દવારા પતંગની દોરીથી બચાવતા ટુ વ્હીલ ગાર્ડનું ફ્રી વિતરણ કરાયું

Published

on

પવાર

  • સંસ્થાના કાર્યકરનું પતંગની દોરીથી મૃત્યુ થતાં અન્યોની જિંદગી બચાવવા ગાર્ડનું વિતરણ

ભાવનગરમાં રવિવારે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા ૮૦૦ બાઈક, સ્કુટરમાં પતંગની દોરીથી ચાલકને બચાવતા ગાર્ડ લગાવી આપી સેવાયજ્ઞ કરાયો હતો. અગાઉ સંસ્થાના કાર્યકરનું પતંગની દોરી વાગતા ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ થયું હતું. આથી અન્યો સાથે આવું ન થાય તે હેતુથી સંસ્થાએ દરકાર લઈ ગાર્ડનું વિતરણ કરાયેલ.

Free distribution of two-wheel guard to save the kite string from Praghar Foundation

ભાવનગરમાં જાણીતી સંસ્થા એવી પ્રયત્ન ફાઉન્ડેશન (ખીચડી ર૫) જેઓ રોજના ૪૦૦ થી વધુ ગરીબ ભુખ્યા બાળકોને ભોજન કરાવે છે. આ સંસ્થાના સેવાભાવી કાર્યકર સ્વ. અભિષેક ટેંગલીને (જેનું મૃત્યુ ૨ વર્ષ પહેલા ગળામાં પતંગની દોરી ભરાઈ જવાથી થયુ હતું.) શ્રધ્ધાંજલી દેવાના ભાગરૂપે છે રવિવારે વિકટોરીયા પાર્કના દરવાજા પાસે, ભાવનગર ખાતે ફી માં ટુ વ્હીલ ચાલકને દોરીથી બચવા માટેના ગાર્ડનું વિતરણ કરી ગાર્ડ લગાવી આપવામાં આવેલ.

Trending

Exit mobile version