Sihor
ઉર્ષની તડામાર તૈયારી ; સિહોરના ગઢુલા ગામે ગઢુલશાહપીર બાબાની દરગાહ ખાતે ઉર્ષ ઉજવાશે
બ્રિજેશ
આવતીકાલે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉર્ષની થશે ઉજવણી, કમિટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ, ધર્મ પ્રેમી જનતાએ દર્શન લાભ લેવા અનુરોધ
સિહોર તાલુકાના ગઢુલા ગામે ગઢુલશાહપીર બાબાની દરગાહ ખાતે આવતીકાલે ઉર્સ શરીફ ઉજવાશે ઉર્ષની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરગાહ કમિટી દ્વારા શણગાર કરવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગઢુલા મુકામે દર ઉર્ષે ની માફક આ વર્ષે પણ હજરત ગઢુલશાપીર નો ઉર્ષે મુબારક આવતીકાલે તા ૦૬/૦૫/૨૦૨૩ ને શનિવારના રોજ ભારે ઉમંગ ઉલ્લાસ તથા આસ્થાભેર પરંપરાગત રીતે ઉજવવામાં આવશે. સાંજે અસર બાદ બેન્ડવાજા સાથે સંદલશરીફ મરહુમ જીકરભાઈ લોહિયા ભુતિયા વાળાના ધરેથી નિકળશે સંદલ શરીફ બાદ ઈશાની નમાઝ પછી ન્યાઝ તથા રાત્રે મિલાદશરીફ રાખેલ છે.
મિલાદ બાદ નાતશરીફનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. નાતશરીફ બાદ નામી અનામી કલાકારો કવ્વાલીની મહેફીલ રજુ કરશે. આ મુબારક પ્રસંગે દરેક ધર્મ પ્રેમી હિન્દુ મુસ્લિમ બિરાદરો ને હાજરી આપવા દરગાહ ખાદીમ બફાતીશાહ બાપુએ હાર્દિક અપીલ કરી છે સૌ ધર્મ પ્રેમી જનતાએ દર્શન લાભ લેવા અનુરોધ કરાયો છે.