Sihor

સિહોર GEB કચેરી ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન : દિવસે વિજળી આપવા ખેડૂતોની માંગણી

Published

on

પવાર – દેવરાજ

ખેડૂતોની વેદના ; જગતનો તાત લાચાર : સિહોરના ગામોમાં ખેતીવાડીમાં દિવસે વીજળી આપવાની માંગ, દિવસે ખેતીનું કામ અને રાત્રીના વીજળીથી ખેડૂતોને પાણી વાળવાનું કામ, બીજી જંગલી પ્રાણીઓ, દીપડાઓ,સાવજો અને ભૂંડ જેવા પ્રાણીઓનો ખુબજ ત્રાસ

સિહોર ગ્રામ્યની GEB કચેરી ખાતે ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું છે. સિહોર અને આજુ બાજુના ખેડૂતોને દિવસે વીજળી નહીં આપી રાત્રે વીજળી મળે છે જેને લઈને ખેડૂતો દ્વારા GEB કચેરી ખાતે આવેદન આપ્યું છે. ખેડૂતો પોતાની માંગણીને લઇ આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રિત થયા હતાબહાલમાં શિયાળાની ઋતુમાં સરકાર દ્વારા દિવસે વીજળી ન આપી રાત્રે વીજળી મળી  રહી છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે દિવસે વીજળી આપવામાં આવે. જેને લઈને આજે સિહોર જીઇબી કચેરી ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Farmers' protest at Sihore GEB office: Farmers demand daytime electricity

શિયાળાના મોસમમાં કાતિલ ઠંડીના લીધે ખેડૂતો પોતાની વેદના જાહેર કરી કહી રહ્યા છે કે કાતિલ ઠંડીમાં અમે કેવી રીતે ખેતીના પાકને પાણી પહોંચાડીએ અને જંગલી જાનવરોનો પણ ભય હોય છે ત્યારે રાત્રિ દરમિયાન વીજળી ન આપી દિવસે મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પંથકના ગામોમાં અપાતી વિજળી દિવસ પાળી કરવા ગામના સરપંચો અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને વીજળી દિવસ પાળી કરી દેવામાં આવે જેથી કરીને ગામના ખેડૂતોએ રાતપાળી વેઠવાનો વારો ન આવે તેમજ જંગલી પ્રાણીઓ, દીપડાઓ,સાવજો અને ભૂંડ જેવા પ્રાણીઓનો ખુબજ ત્રાસ રહે છે.

જેમાં ખાસ કરીને ભુંડનો ત્રાસ વધારે જોવા મળે છે.ખેડૂતોના ઉભા પાકને મોટું નુકશાન પહોંચાડે છે અને રાતની ઠંડીનો પણ સામનો કરવો પડે છે.એક તો આખો દિવસ ખેતીનું કામ કરવાનું અને ઉપર જતા રાતનું પણ પાણી વાળવાનો વારો આવે છે. વહેલીતકે આ ગામોમાં દિવસ પાળી વીજળી આપવા આ વિસ્તારના ખેડૂતોની માંગ છે, સિહોર PGVCl ના અધિકારીને ખેડૂતો દ્વારા વીજળી દિવસ પાળી કરી આપવાની રજૂઆત કરવામાં આવી છે. જો દિવસે વીજળી આવવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ભૂખ હડતાળ અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી

Advertisement

Trending

Exit mobile version