Gandhinagar

ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન: વિરોધ કરી રહેલા એક માજી આર્મી જવાનનું મોત

Published

on

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે અલગ-અલગ સંઠનો દ્વારા પોતાની પડતર માગણી લઈને આંદોલનનો કરી સરકારને ભીંસમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજે માજી સૈનિકો દ્વારા પોતાની પડતર માગણીને લઈને આંદોલન પર ઉતર્યા હતા. જોકે પોલીસની મંજૂરી ન હોવાના કારણે ગાંધીનગરમાં પ્રવેશતા તમામને અટકાવવામાં આવ્યા હતા. આંદોલન દરમિયાન એક માજી આર્મી જવાનનું મોત નિપજ્યું છે. ગુજરાતના માજી સૈનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માગણીને લઈને સરકારને અનેક વખત રજૂઆત કવામાં આવી હતી.

Ex-servicemen's movement in Gandhinagar: An ex-army soldier dies while protesting

જોકે અગાઉ સરકાર દ્વારા માજી સૈનિકોની પાંચ માગણીઓને સ્વીકારી લેવામાં આવી હતી. ત્યારે આજે ફરી માજી સૈનિક દ્વારા પડતર માગણીને લઈને ગાંધીનગરના ચિલોડા ખાતે ભેગા થયા હતા. આ આંદોલનમાં સહીદ જવાનોના પરિવાર પણ જોડાયા હતા. સરકાર દ્વારા આંદોલન માટેની જગ્યા ફાળવવામાં ન આવતા માજી સૈનિકો ચિલોડા નજીક ધરણાં પર ઉતર્યા હતા. જોકે પોલીસ દ્વારા ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગો પર બેરિકેટ્સ લાગવીને રોડ કોર્ડન કર્યા હતા. માજી સૈનિકોએ આજે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી હતી ત્યારે પોલિસે બળપ્રયોગ કરીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

Trending

Exit mobile version