Botad

ગઢડા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનનું આયોજન કરાયું

Published

on

દેવરાજ

  • ગઢડા ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન અપાયું

ગુજરાત સરકારશ્રીની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની કચેરી, ગઢડા(સ્વા) ઘટક ૧/૨ દ્વારા કિશોરીઓ માટે આજરોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિશોરીઓને મહેમાનો દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર ઉંડાણપૂર્વક માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

empowered-and-well-nourished-girl-child-campaign-was-organized-at-gadhdaa

કાર્યક્રમમાં મહિલા કોચ દ્વારા કિશોરીઓને સ્વબચાવની તાલીમ સાથે નિદર્શન કરવામાં યોજાયું હતું. પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીઓમાં સારી કામગીરી કરનારી કિશોરીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું.

empowered-and-well-nourished-girl-child-campaign-was-organized-at-gadhdaa

કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. ગઢડાના કમલમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પ્રમુખશ્રી, તાલુકા ઉપપ્રમુખશ્રી, તાલુકા શિક્ષણાધિકારીશ્રી, ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી અલ્પાબેન સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Trending

Exit mobile version