Sihor
70 કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટ – સિહોર પાલિકા તંત્રએ આખરે સ્વીકાર્યું, અમે ન.પા. કર્મચારીઓના પગાર કરવા સક્ષમ નથી
પવાર
સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા 70 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કરાયા છૂટ્ટા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે જેના પગલે કોન્ટ્રાક્ટ પર રાખેલા 70 કર્મચારીઓને આવતીકાલ 1 જૂનથી તાત્કાલિક અસરથી છૂટ્ટા કરવામાં આવ્યા છે. સિહોર નગરપાલિકા દ્વારા કોઈ કન્ટ્રક્શન કંપની સાથે આઉટસોર્સિંગથી કર્મચારીઓ કામદારો પૂરા પાડવા કરાર કરવામાં આવ્યા હતા. જેને લઈ નગરપાલિકા ખાતે 70 થી વધુ કર્મચારીઓ કામદારો નગરપાલિકા ખાતે ફરજ બજાવતા હતા. જે કરાર નગરપાલિકા દ્વારા રદ કરાયો છે સરકારના મંજુર મહેકમ કરતાં વધારે કર્મચારી ની સેવા લેવામાં આવતી હોય પગાર કરવા નગરપાલિકા સક્ષમ નથી.
હાલમાં સિહોર નગરપાલિકાની નાણાકીય સ્થિતિ સારી ન હોય અને નગરપાલિકાના કર્મચારીઓને સમયસર પગાર કરી શકાય તેવી સ્થિતિ નથી. પગાર ન થવાને કારણે નગરપાલિકા વિરુદ્ધ ઘણી કાયદાકીય પ્રશ્નો અને જવાબદારીઓ ઊભી થતી હોય છે. સરકારના મંજૂર મેહકમ કરતા વધારે કર્મચારીઓ ની સેવા લેવામાં આવતી હોય પગાર કરવા નગરપાલિકા સક્ષમ નથી જેથી આ એજન્સી દ્વારા પૂરા પાડેલ કર્મચારીઓ પાસેથી સેવા લેવાનું તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે જે મુજબનો હુકમ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે.