Sihor

ભારે વરસાદને લઈને સિહોરમાં જર્જરિત મકાનોના ભાગો ધરાશય – નગરપાલિકા તંત્ર લાગ્યું કામે

Published

on

દેવરાજ

સિહોરમાં ભારે સતત વરસાદ ને લઈને જુના મકાન ને નુકશાન થવા પામ્યું છે. જેમાં જૂની શાકમાર્કેટ પાસે વખારવાળા ચોકમાં આવેલ મનુભાઈ ખાંમ્ભાવાળનું મકાન તેમજ પ્રગટનાથ ઢાળમાં આવેલ કાશીબાવના ઢોળે પણ દિવાલ ધરાશય થતા ઉપર રહેતા લોકોને ભારે અગવડતા ભોગવી પડી હતી.

due-to-heavy-rains-parts-of-dilapidated-houses-collapsed-in-sihore-municipal-system-started-to-work

ત્યારે સિહોરના ટાણા રોડ ઉપર આવેલ પણ એક મકાન ધરાશાયી થયા મકાન ની અંદર ફસાયેલા બે મજૂરો ને નગરપાલિકા ના સેનિટેશન વિભાગ દ્વારા બચાવ કામગીરી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આવા તો ઘણા મકાનો સિહોરના જુના વિસ્તારમાં કોઈપણ સમયે તૂટે તેવી સ્થિતિ માં હશે જો નગરપાલિકા ધ્યાન આપે તો મોટી જાનહાનિ થતા બચાવી શકાય.

Exit mobile version