Sihor

પાણી નહીં તો વેરો નહિ…હોળી પહેલા પાણીની “હોળી”

Published

on

પવાર

  • સિહોરમાં પાણી પ્રશ્ને આજે બીજા દિવસે મહિલાઓએ નગરપાલિકાને ઘેરી ; મહિલાઓ આક્રમક
  • કોઈ નાગરિક મુખ્યમંત્રીના જાહેર કરી ફરિયાદ વોટ્સએપ નંબર ઉપર ફરિયાદ કરે તો જ આ પદાધિકારીઓ ને અધિકારીઓ જાગશે ?
  • પોતાનો કાર્યકાળ પૂર્ણ થયો તો શું તમારી કોઈ સિહોરના નાગરિક તરીકેની જવાબદારીઓ રહી નથી ? ફરી પાછું મત માગવા આ જ પ્રજાને આંગણે જવું પડશે એ યાદ રાખજો

સિહોરમાં છેલ્લા દસ પંદર દિવસથી પાણી પ્રશ્ને પાણીને લઈને હોબાળો મચવા પામ્યો છે. વોર્ડ નંબર ૫ અને વોર્ડ નંબર ૧ માં છેલ્લા પંદર દિવસથી પાણી આવ્યું નથી. જેનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે એક તરફ તળાવ તળિયા આવી ગયા છે અને બીજી તરફ મહિની લાઈનમાં કઈ ભંગાણ થતા સિહોરમાં પાણી આવતું અટકી ગયું છે.

on-the-water-issue-in-sihore-women-besieged-the-municipality-for-the-second-day-today-women-aggressive

જેને લઈને સિહોરમાં પાણીને લઈને દરેક શેરીઓમાં પાણીના નામની હોળી સળગી છે. સિહોરમાં પાણીનો પ્રશ્ન કાયમિક ધોરણે છે છતાં કોઈ પણ શાસકો પાસે આ સમસ્યા નું થોડું પણ સમાધાન છે નહીં. ત્યારે હાલમાં મહિલાઓ બેડાં યુદ્ધ ના પુરા મૂડમાં આવી ને નગરપાલિકા ના અધિકારીઓ ને ઘેરી રહી છે.

on-the-water-issue-in-sihore-women-besieged-the-municipality-for-the-second-day-today-women-aggressive

જ્યારે હાલ પાલિકાઓ ની ટર્મ પુરી થઈ જતા આટલી સમસ્યાઓ બાદ પણ માનવતા ની રહે પણ કોઈ પદાધિકારીઓ પાલિકામાં ડોકાતા નથી ત્યાંરે આ પાણીના પ્રશ્ને કોણ નિવાડો લાવશે તે જોવું જ રહ્યું. આજે આ પાણીની હોળીનો બીજો દિવસ છે અને કોઈ સંતોષકારક કામ તંત્ર તરફથી કરવામાં આવ્યું નથી. વિકાસની વાતો કરતી સરકાર એકવાર લોકોની સમસ્યાઓ ને ગ્રાઉન્ડ ઉપર આવીને જોવે તો ખબર પડે.

Trending

Exit mobile version