Bhavnagar
કંડકટરની બિમારીના કારણે કેન્સલ થયેલ બસના મુસાફરોને રિફંડ હજુ સુધી ન મળતા મુસાફરોમાં આક્રોશ
પવાર
- જિલ્લા એસ.ટી તંત્રની લીલીયાવાડી ક્યાં સુધી પ્રજા સહન કરશે ?
ભાવનગર થી તોરણીયાધામ જતી એસ.ટી બસ તા.૨૪/૧/૨૩ નું સિહોરથી ગોંડલ જવા માટે બુકીંગ કરેલ પણ આ પ્રજાજનોની કમનસીબે કંડકટર એકમાત્ર હોય જે બીમાર હોવાથી આખા રૂટની બસ જ કેન્સલ કરી દેવામાં આવી હતી. જેને લઈને બુકીંગ કરેલ મુસાફરો ને પૈસા અને સમય બંનેનો વેડફાડ થયો હતો. ત્યારે સિહોર એસ.ટી ડેપો ઉપરથી જ એડવાન્સ બુકીંગ કરેલ અને રિફંડ માટે પણ ત્યાજ ટિકિટો જમા કરાવી હતી
છતાં નવ દિવસ જેવા સમયગાળા વચ્ચે પણ મુસાફરો ને પોતાના ટિકિટના પૈસા રિફંડ મળેલ હતા નહિ જેને લઈને મુસાફરો નો જિલ્લા એસ.ટી વહીવટી નિગમ ઉપર આક્રોશ જોવા મળ્યો હતો અને કદાચ આવી જ લીલીયાવાડી ના લીધે મુસાફરો ખાનગી બસોમાં મુસાફરી કરવાનું પહેલા પસંદ કરતાં હશે