Sihor

તમારે વિકાસ જોવો છે? તો જઈ આવો સિહોરના ઉખરલા ગામે ; અહીં નર્ક જેવી સ્થિતિ છે

Published

on

બ્રિજેશ

ઉખરલામાં ગંદકીના ઢગ, ઉભરાતી ગટરો વચ્ચે નર્કાગારમાં જીવતા લોકો, સફાઇની કામગીરી ઠપ, રહીશો પરેશાન, રોડ રસ્તાઓ નથી, ગટરો ઉભરાય છે, વિધાર્થીઓને સ્કૂલે જવા ગટરમાંથી પસાર થવાનું

આખા દેશમાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચાઓ કરવામાં આવે છે, ત્યારે હકીકત કઈ જુદી જ જોવા મળી હી છે.આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધા એવા પાકા રોડ રસ્તાથી વંચિત છે. અને ગટર અને ગંદકીથી લોકો નર્કમાં જીવી રહ્યા છે. શહેરોમાં ભાજપના કોઈ મોટા કદના નેતા આવવાના હોય ત્યારે સફાઈ અભિયાન હાથધરી સ્વચ્છ છબી ઉપસાવવા અથાગ પ્રયત્નો વહીવટી તંત્ર કરતુ હોય છે.

Do you want to see development? So go to Ukharla village of Sihore; It's like hell here

સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં જે સ્થળે કાર્યક્રમ હોય તે સ્થળ પહેલાથી સાફસૂથરું કરી સ્વચ્છતા અભિયાનનું નાટક છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર રાજ્યમાં ચાલે છે ગ્રામ્ય વિસ્તારોમા ગટર અને ગંદકીથી રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.

Do you want to see development? So go to Ukharla village of Sihore; It's like hell here

સિહોરના ઉખરલા ગામે ગંદકીએ જાણે ઘર કર્યું હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યા છે. અને સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ઉખરલા ગામે ગંદકીએ ઘર કર્યું છે સ્થાનિકોનું સ્વાસ્થ્ય જોખમાય તેમ છે. અને ખાસ કરી બાળકોને શાળામાં જતા પહેલા ફરજીયાત ગટરનાં પાણીમાં થઇને જવું પડી રહ્યું છે. તાલુકામાં અનેક ગામો આજેય ગંદકી અને પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. અહીં પરીસ્થિતિ એટલી ખરાબ છે કે શાળામાં અભ્યાસ કરવા જવા માટે ફરજીયાત ગટરનાં પાણીમાં થઇને જવું પડે તેવી સ્થિત છે. અહીં લોકો નર્કમાં જીવી રહ્યા છે

Advertisement

Exit mobile version