Sihor

જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી સિહોર સરકારી હોસ્પિટલ ખાતે અચાનક મુલાકાતે ; ચિતાર મેળવ્યો

Published

on

પવાર

અધિકારીએ તમામ વિભાગ સ્ટાફને રૂબરૂ મળ્યા, મુલાકાત વેળાએ આરોગ્ય અધિકારી સ્ટાફની કામગીરીથી સંતુષ્ટ થયા, હોસ્પિટલની સુવિધાઓની જાત માહિતી મેળવી, સુવિધાઓને અન્ય મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી જવાબદારોને જરૂરી સૂચનો કર્યા

district-health-officer-manish-fancy-on-a-surprise-visit-to-sehore-government-hospital

ભાવનગર જિલ્લાના આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી અને તેમની ટિમ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે અચાનક મુલાકાત લઈ તંત્ર વિભાગ અને સ્ટાફમાં કલાસ લીધા હતા હોસ્પિટલની સુવિધાઓની જાત માહિતી મેળવી તબીબો અને ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. મનીષ ફેન્સી સિહોર સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં રીનોવેશન ચાલે છે

district-health-officer-manish-fancy-on-a-surprise-visit-to-sehore-government-hospital

જ્યાં તેમજ પોસ્ટ મોર્ટમ રૂમ,જનરલ ઓપીડી પુરુષ લેડીઝ રૂમ, એકસરે રૂમ,ફાર્મસીસ વિભાગ,નર્સિંગ રૂમ ,સહિત જગ્યાઓ પર સ્થળ વિઝીટ કરી હતી, હોસ્પિટલ દર્દીઓને રૂબરૂ મળી કામગીરી અંગે માહિતી મેળવી હતી

district-health-officer-manish-fancy-on-a-surprise-visit-to-sehore-government-hospital

હોસ્પિટલ માં રંગરોગાન તેમજ અલગ અલગ સ્થળે દીવાલ માં ફીટ કરેલ,નાના ફૂલ ઝાડ કુંડાઓ,સ્વચ્છતાઓ, લાઈટો, ટોયલેટ, શૉચાલય,પીવાનું પાણી સહિત ની વિગેરે કામગીરી કાર્યરત હોય જે અંગેની વિઝીટ કરીને સ્ટાફની કામગીરીને લઈ અધિકારી સંતુષ્ટ થયા હતા અહીં ડો.યાદવ, ડો.રૂબિના પઢિયાર, ડૉ.અગ્રાવત, તેમજ નર્સિંગ સ્ટાફ, ઓફિસ સ્ટાફ જોડાયો હતો

Advertisement

Trending

Exit mobile version