Bhavnagar
જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં કોવિડ કોર કમિટીની બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં કોવિડ-૧૯ નાં કેસ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી
ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખની અધ્યક્ષતામાં કોવિડ કોર કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ. જેમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં હાલ જિલ્લામાં કોવિડ-૧૯ નાં કેસો ની પરિસ્થિતિ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ, હોસ્પિટલમાં ફાયર સેફટી, કોવિડને લગત તમામ ઇલેકટ્રીકલ સાધનોનું ઇલેકટ્રીકલ ઓડિટ વગેરે મુદ્દાઓ ઉપર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જીલોવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
કૌશિક શીશાંગીયા