Sihor

સિહોર નવાગામ પ્રાથમિક શાળા ખાતે વાનગી મેળો

Published

on

પવાર

સિહોર નવાગામ પ્રાથમિક શાળાના આંગણે શિક્ષિકા બહેનશ્રી નયનાબેનના માર્ગદર્શન હેઠળ વાનગી મેળો – 2023 અંતર્ગત શાળાના વિદ્યાર્થી ભાઈ – બહેન દ્વારા અંદાજે 70 જેટલી અલગ – અલગ વાનગીઓ જાતે બનાવી શાળા પરિસરમાં ખુલ્લી મૂકવામાં આવી. બાળકોના આ પ્રયાસને સ્વાદ અને શબ્દોથી વધાવવા વરતેજ આચાર્યશ્રી મહેંદ્રભાઈ, કરદેજ આચાર્યશ્રી દિયોરાભાઈ અને મોરીભાઈ ગામના માજી સરપંચ શ્રી પરેશભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગામના ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા.

dish-fair-at-sihore-navagam-primary-school

ગામડાની સરકારી શાળાના બાળકો એ અદ્ભુત વાનગી બનાવી પોતાની આવડત અને કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે શાળાના આચાર્યશ્રી રાજુભાઈએ શાળાના શિક્ષિકા બહેનશ્રી નયનાબેન ને ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા

Exit mobile version