Sihor

મેરી મીટ્ટી મેરા દેશ: સિહોરના બોરડી ગામે કરણસિંહ મોરીની ઉપસ્થિતિમાં મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

Published

on

પવાર

સિહોર તાલુકાના બોરડી ગામે અમૃત સરોવરના કિનારે સિહોર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા કરણસિંહ મોરીની વિશેષ ઉપસ્થિતિમાં ગામ લોકો દ્વારા પ્રભાત ફેરી, તિરંગા યાત્રા યોજી ધ્વજવંદન કરીને શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તાલુકાના બોરડી ગામે આજે અમૃત સરોવરના કાંઠેથી શાળાના વિધાર્થીઓ દ્વારા રેલી સ્વરૂપે પ્રભાત ફેરી ગામમાં ફેરવવામાં આવેલ ત્યાર બાદ પધારેલા પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ગામના આગેવાનો નું ફુલહાર થી સ્વાગત કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્મ માં શાળા ની વિધાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય કરવામાં આવેલ.

Meri Mitti Mera Desh: Bordi village of Sihore organized Meri Mitti Mera Desh program in the presence of Karan Singh Mori.
Meri Mitti Mera Desh: Bordi village of Sihore organized Meri Mitti Mera Desh program in the presence of Karan Singh Mori.

ત્યાર બાદ વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ અને દેશ પ્રત્યે વફાદારી ના શપથ લેવડાવામાં આવેલ અને વીર શહીદો નું સ્મારક નું અનાવરણ કરવામા આવેલ ત્યાર બાદ શાળા માં વૃક્ષા રોપણ કરવામાં આવેલ આ પ્રસંગે કરણસિંહ બી મોરી વિપક્ષ નેતા સિહોર તાલુકા પંચાયત,લીલાબા પ્રતાપસિંહ મોરી સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ ,રીનાબેન તલાટી મંત્રી ,કિરણભાઈ પટેલ આચાર્યશ્રી તથા શિક્ષકગણ વિવિધ ભાગો ના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો હાજર રહેલા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બોરડી પ્રાથમિક શાળા ના શિક્ષકો અને તલાટી કમ મંત્રી શ્રી રીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું

Exit mobile version