Sihor

સિહોરના ખાખરીયા નજીક હાઇવે પર પડેલો ખાડો કોઇનો ભોગ લે તે પહેલાં બુરાવો – તમારા પાપે કોઈ નિર્દોષનો ભોગ લેવાશે

Published

on

પવાર

  • ખાખરિયા નજીક હાઇવે પર મસમોટો ખાડો પડતાં અકસ્માતનો ભય, ચોમાસું શરૂ થતાં ખાડાઓ પડતાં ચાલકો પરેશાન, રસ્તા વચાળે ખાડાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઇ શકે

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રોડ રસ્તા પર ખાડાઓ પડી જતા હોવાથી તપાસ જરૂરી બની છે. મસમોટા ખાડાઓ પાડવાના કારણે અકસ્માત થવાનો ભય જોવા મળ્યો છે સિહોર ના ભાવનગર હાઇવે રોડ ઉપર આવેલા તેમજ ખાખરીયા પાટીયા ના ભયજનક વળાંક અને મોત ના ખાડાઓ ને લઈ છાસવારે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે સ્થાનીક દ્વારા આ મોતના ખાડા ને લઈ ભયજનક નિશાની રૂપે રેડિયમ નો પટ્ટો લગાડેલ છે.

dig-a-pothole-on-the-highway-near-khakaria-in-sihore-before-it-kills-someone-your-sin-will-kill-an-innocent

ત્યારે આ જવાબદારી સ્ટેટ હાઇવે ઓથોરિટી ની હોવા છતાં તેઓ ની નિષ્ફળતા ,બેકાળજી અને વહીવટી કામ કરતા વહીવટમાં વધુ અગ્રેસર હોવાનું ચર્ચાઇ રહ્યું છે .ચોમાસા પહેલા પણ આવા મોત ના ખાડા હિવા છતાં કેમ આ તંત્ર ને દેખાતું નહિ હોય? આ બાબતે તંત્ર ના પાપે કોઈ નિર્દોષ ના જીવ જોખમાય તે પહેલાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માંગ છે

Exit mobile version