Sihor
રમઝાન ઈદના તહેવાર પૂર્વે સિહોરના તમામ વોર્ડમાં સાફ-સફાઈ કરાવવાની માંગ
પવાર
નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતના રજુઆત, જિલ્લા ભાજપ લઘુમતી સેલના રજાક મહેતર દ્વારા રજુઆત, રમઝાન ઈદ પૂર્વે સાફ સફાઈ કરવાની માંગ
હાલ પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે અને આગામી દિવસોમા રમજાન ઈદ આવી રહી છે. ત્યારે સિહોરની જુમ્મા મસ્જિદ સરકાના ડેલા સુધી, અને ખાટકીવાડ, વોરાવાડ અને ગળીયારા વાસ, લીલાપીર અને મેમણ કોલોની અને ત્યારબાદ હંસતભાઈ ભટ્ટી વાળા ઘર આસપાસ વહેલી તકે સફાઈ કરવા જિલ્લા ભાજપના લઘુમતી સેલના મંત્રી રજાક મહેતર દ્વારા રજુઆત કરવામાં આવી છે.
રમઝાન માસ પૂર્ણ થતા જ રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સિહોર શહેરના કેટલાક વિસ્તારોમાં સાફ-સફાઈ,ગટર ગંદકી દુર કરવા સાથે ડીડીટી પાઉડરનો છંટકાવ,ધાર્મિક સ્થળો પાસે વહેલી તકે સાફ-સફાઈ કરવાની માંગ રજાક મહેતર દ્વારા કરવામાં આવી છે.