Sihor
સિહોર ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ સહી ઝુંબેશ સાથે મહારાજાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ
પવાર
સિહોર ખાતે આજરોજ ભાવનગર નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે વડલાચોક ખાતે કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ કરી, સહી ઝુંબેશ હાથ ધરી મહારાજાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ કરી હતી. સિહોરના યુવા યુગ પરિવર્તન દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે વડલાચોક ખાતે પુષ્પાંજલિ કરી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સિહોરીઓની સહી એકત્રિત કરી તમામ સહીઓ ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવશે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે. યુવા યુગ પરિવર્તનના મલય રામાનુજ, જીગ્નેશ કંડોલીયાએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ દિવસ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ કરી સેલ્ફી સાથે સહી ઝુંબેશ હાથ ધરી છે તમામ સહીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે.
આવેદનપત્રમાં તાત્કાલિક ભારત રત્નના આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવશે. વધુમાં કહ્યું હતું કે જણાવ્યું હતું કે, દેશને પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગણી પરત્વે બને એટલો વહેલા અને હકારાત્મક નિર્ણય લેવાય તેવી અપીલ કરી છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલની જન્મશતાબ્દીને આજે 111 વર્ષ પ્રસંગે વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય-સામાજીક સંસ્થાઓ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.