Sihor
સિહોરના ગૌતમેશ્વર રોડ ઉપર આવેલ ઓમ ચંદન બાપુનો આજે દેહવિલય – ભક્તોમાં ગમગીની
દેવરાજ
- ઓમચંદન બાપુ અનંતની યાત્રાએ
- ભક્તોમાં ભારે શોકની લાગણી, અશ્રુભીની આંસુ સાથે બાપુને વિદાય, બાપુના સમાચાર વાયુવેગે પ્રસરતા ભાવિક ભક્તો અંતિમ દર્શને દોડી ગયા
સિહોર એટલે શિવ મંદિરો અને સંતોની ધરા કે જ્યાં જેટલા શિવમંદિર એટલા જ સંતોના બેસણા આ પાવન ભૂમિ ઉપર છે. સિહોરના ગૌતમેશ્વર રોડ ઉપર આવેલ ઓમ ચંદન આશ્રમ તરીકે નામ ધરાવતા ઓમચંદન બાપુનો આજે દેહવિલય થયો હતો. જેમના મુખમાં હર હમેશ ઓમ ચંદન નામ જ જપતું રહેતું.
એવા ઓમચંદન બાપુના દેહ વિલય ના સમાચાર ને લઈને ભાવિક ભક્તો આશ્રમે અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઓમ ચંદન બાપુના દેહને આશ્રમ ની બહાર જ સમાધિ આપવામાં આવી હતી. સમાધિ આપવા ગૌતમેશ્વર મંદિરના પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વરૂપાનંદન સ્વામી જોડાયા હતા.
બાપાના પાર્થિવ દેહને સમાધિ આપવા શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અશ્રુભીની આંખે સૌ ભાવિક ભક્તો એ અંતિમ વિદાય આપી હતી. બાપાના દેહવિલયના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ભક્તોમાં દુઃખ સાથે શોકની લાગણી છવાઈ હતી