Gujarat
ઓબીસી અનામત મુદ્દે કોંગ્રેસ શેરીઓમાં ઉતરશે : ચાર માંગણી સાથે સરકારને અલ્ટીમેટમ
દેવરાજ
- જાતિ આધારિત વસ્તી ગણતરી, ઝવેરીપંચના રિપોર્ટ સહિત 4 મુદ્દે 14 ઓગષ્ટે આંદોલન
લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો નવી નવી રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ઓબીસી અનામતનો મુદ્દો ઉભો કરીને શેરીઓ સુધી લડાઇ-આંદોલન નકકી કરવામાં આવ્યું છે. આઝાદી દિવસ પૂર્વે 14 ઓગષ્ટે સવારથી સાંજ પ્રતિક ઉપવાસ, ધરણા યોજવાનો નિર્ણય લેવાયો છે. જાતિ આધારીત વસતિ ગણતરી કરવા, ઝવેરી પંચનો રીપોર્ટ સહિત ચાર માંગણીઓ મુકવામાં આવી હતી. સરકારની અન્યાય અને ભેદભાવ ભરી નીતિ સામે લડત આપવા ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે ઓબીસી અનામત બચાવો સમિતિ ની બેઠક મળી હતી
જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિતભાઇ ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, સેવાદળના રાષ્ટ્રીય મુખ્ય સંગઠક લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, દિનેશભાઈ ઠાકોર, અમૃતજી ઠાકોર, ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ઋતવિકભાઈ મકવાણા, રાજેશભાઈ ગોહિલ, ચંદનજી ઠાકોર, બાબુજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ, અંબરીશભાઈ ડેર, અજીતસિંહ ચૌહાણ, ભરતજી ઠાકોર, નાથાભાઈ પટેલ, નવઘણજી ઠાકોર, પાલભાઇ આંબલીયા સહિતના ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.