Sihor
સિહોર નગરપાલિકા કામદારોને છુટા કરવાના મામલે કોંગ્રેસ મેદાનમાં : જયદીપસિંહે આ નિર્ણયને ખોટો ગણાવ્યો
દેવરાજ
જયદીપસિંહે કહ્યું શહેરની પ્રાથમિક સુવિધાના કામો ખોરંભે ચડ્યા છે, ડ્રાઇવરો પૂરતા નથી, સ્વચ્છતા, ગટર, પાણી સપ્લાય સહિતના કામોમાં અટવાયા છે, છૂટા કરાયેલા કર્મીઓને પરત લેવાની માંગ
સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમના કારણે કર્મચારીઓને કરાયા છૂટ્ટા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે સમગ્ર મામલે કોંગ્રેસ મેદાને પડી છે અને સમગ્ર મામલે ફેર વિચારણા કરી યોગ્ય કરવા રજુઆત કરી છે. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી નથી જેના પગલે પરમ દિવસે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને 1 જૂનથી તાત્કાલિક અસરથી છૂટ્ટા કરવામાં આવ્યા છે. સિહોર નગરપાલિકા દ્વારા કોઈ કન્ટ્રક્શન કંપની સાથે આઉટસોર્સિંગથી કર્મચારીઓ કામદારો પૂરા પાડવા કરાર કરવામાં આવ્યા હતા. જેને લઈ કામદારો નગરપાલિકા ખાતે ફરજ બજાવતા હતા.
જે કરાર નગરપાલિકા દ્વારા રદ થતા શહેરની પ્રાથમિક સુવિધા ખોરંભે ચડી છે સમગ્ર મામલે કોંગ્રેસ મેદાને પડી છે કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ અને પ્રતિનિધિ મંડળ આજે ચીફ ઓફિસરને રૂબરૂ મળી કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય ખોટો ગણાવી ફેરવિચારણા કરવાની માંગ કરી છે જયદીપસિંહે કહ્યું હતું કે શહેરની પ્રાથમિક સુવિધાના કામો ખોરંભે ચડ્યા છે, ડ્રાઇવરો પૂરતા નથી સ્વચ્છતા, ગટર, પાણી સપ્લાય સહિતના કામોમાં અટવાયા છે ત્યારે છૂટા કરાયેલા કર્મીઓને પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી રજુઆત વેળાએ જયદીપસિંહ ગોહિલ, છોટુભાઈ રાણા, યુવરાજ રાવ, રાજુ ગોહેલ, ઈશ્વરભાઈ બધેકા, સહિતના જોડાયા હતા