Gujarat

પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસ નેતા શકિતસિંહ ગોહીલ રાજકોટની મુલાકાતે

Published

on

કુવાડિયા

બપોરે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી રાજકોટ પહોંચશે : પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસ નેતાની પ્રથમ મુલાકાત: ગ્રીનલેન્ડ ચોકડીએ ભવ્ય સ્વાગત સાથે વિશાળ રેલી મારફત એન્ટ્રી કરાવાશે

ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખપદે નિયુકત થયા બાદ શકિતસિંહ ગોહીલ આજે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવશે. કોંગ્રેસ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીએ ભવ્ય સ્વાગત કરવા તથા વિશાળ રેલી સ્વરૂપે રાજકોટમાં એન્ટ્રી કરાવવાનું નકકી કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર તથા તેના કારણ વિશે કમીટીનાં સ્ફોટક રીપોર્ટ બાદ કોંગ્રેસે સંગઠનમાં બદલાવનો વ્યુહ અપનાવ્યો હતો તેના ભાગરૂપે પ્રદેશ પ્રમુખપદે જગદીશ ઠાકોરના સ્થાને શકિતસિંહ ગોહીલની નિયુકિત કરવામાં આવી હતી. તેઓએ પ્રદેશથી માંડીને શહેર-જીલ્લા સંગઠનોમાં ફેરફારો પૂર્વે રાજયવ્યાપી પ્રવાસ તથા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા આગેવાનોને પરત લાવવાની રણનીતી આપનારી હોય તેમ ઉતર ગુજરાતનાં વિવિધ ભાગોમાં કાર્યક્રમોમાં સામેલ થતા રહ્યા હતા.

Congress leader Shakitsinh Gohil visited Rajkot after becoming state president

હવે આજે પ્રથમવાર સૌરાષ્ટ્રમાં આવવાના હોય તેમ પ્રથમ પ્રવાસ ચોટીલાથી કરશે.ચોટીલા ડુંગરે માતાજીના દર્શન પૂજા અર્ચના બાદ પાર્ટીનાં સંમેલનમાં ભાગ લેશે ત્યાંથી રાજકોટ આવશે. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ્રે કહ્યું કે ચોટીલાનાં કાર્યક્રમો બાદ તેઓ સીધા રાજકોટ આવશે. ગ્રીનલેન્ડ ચોકડીએ ભવ્ય સ્વાગત કરવાનું શહેર કોંગ્રેસે નકકી કર્યું છે અને વિશાળ રેલીરૂપે રાજકોટમાં પ્રવેશ કરાવાશે. રાત્રી રોકાણ પણ રાજકોટમાં કરશે. આ દરમ્યાન કોંગ્રેસનાં સ્થાનિક આગેવાનો-કાર્યકરોને મળે અને બેઠક કરે તેવી શકયતા છે.પ્રદેશ પ્રમુખ શકિતસિંહની પ્રથમ રાજકોટ મુલાકાતથી કોંગ્રેસમાં નવુ જોમ આવી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. આ તકે તમામ આગેવાનો હાજર રહે અને પ્રદેશ નેતા દ્વારા ચૂંટણી તૈયારી વિશે રીપોર્ટ મેળવવામાં આવે તેવી શકયતા છે.

Advertisement

Exit mobile version