Bhavnagar

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં : ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લા સેન્ટર પર જન અધિકાર પદયાત્રા યોજશે

Published

on

કુવાડીયા

કાલે નડિયાદથી આ જન અધિકાર પદયાત્રાનો પ્રારંભ : નાગરિકો અને કાર્યકરો સાથે સ્થાનિક મુદ્દાઓને લઇ સંવાદ બેઠકો યોજશે : સંવાદ બેઠક બાદ પદયાત્રા સ્વરુપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બેઠકનો દૌર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.જેમા ભાગ લેવા માટે નવા પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા હતા. પ્રભારી બન્યા બાદ સૌપ્રથમ ગુજરાત આવેલા મુકુલ વાસનિકે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

Congress in action before Lok Sabha elections: Jan Adhikar Padayatra will be held at all district centers of Gujarat including Bhavnagar

જેમા આગામી લોકસભા ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યુ. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ જનજન સુધી પહોંચવા જિલ્લાદીઠ પદયાત્રા કરશે. તમામ જિલ્લા સેન્ટર પર જન અધિકાર પદયાત્રા યોજશે. નાગરિકો અને કાર્યકરો સાથે સ્થાનિક મુદ્દાઓને લઇ સંવાદ બેઠકો યોજશે. આ સંવાદ બેઠક બાદ પદયાત્રા સ્વરુપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કરવામાં આવશે. તમામ જિલ્લાની પદયાત્રાઓમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. આવતીકાલે નડિયાદથી આ જન અધિકાર પદયાત્રાનો પ્રારંભ થશે

Advertisement

Trending

Exit mobile version