Sihor

સિહોર બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર દ્વારા સંસ્થાના પ્રથમ પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતી ના સ્મૃતિ દિવસની ઉજવણી

Published

on

પવાર

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કે જેના ૬૫૦૦ થી પણ વધારે સેવાકેન્દ્રો આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિ દ્વારા લોકોમાં સુખ શાંતિ અને સહિષ્ણુતા ફેલાવવાનું કાર્ય કરી રહી છે સંસ્થાના પ્રથમ પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી કે જેમનો નિર્વાણ દિવસ 24 જૂન 1965 છે જેની શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા સંસ્થાના સેવા કેન્દ્રોમાં યોગ સાધના અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ઉજવવામાં આવે છે

commemoration-day-of-the-first-administrator-of-the-institute-mateshwari-jagdamba-saraswati-by-sihore-brahmakumari-sevakendra

જેના ભાગરૂપે બ્રહ્માકુમારી સિહોર અને પાલીતાણા સેવા કેન્દ્રનો સંયુક્ત કાર્યક્રમ સિહોરના કોમલરાજ ટ્રાન્સપોર્ટ ગ્રાઉન્ડ ખાતે આવેલ સેવાકેન્દ્ર ખાતે રાખવામાં આવેલ હતો. આ દિવસે સંસ્થા સાથે જોડાયેલા રાજયોગી ભાઈઓ બહેનો માતેશ્વરીજીના જીવનમાંથી પ્રેરણા લઈને એમના સત્કાર્યો અને સદગુણોને પોતાના જીવનમાં ધારણ કરવાનો સંકલ્પ કર્યો હતો.બ્રહ્માકુમારી સિહોર સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબેન દ્વારા માતેશ્વરીજીના પ્રેરણાદાઈ જીવન પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું હતું

Trending

Exit mobile version