Sihor
કોઇપણ સમાજના વિકાસ માટે યુવાનો વ્યસન મુક્ત બને તે જરૂરી ; પીઆઇ ભરવાડ
પવાર
વ્યસન મુક્તિ તરફ પોલીસની પહેલ
પીઆઇ ભરવાડે વ્યસન મુક્તિ પર જબરદસ્ત વ્યકયવ્ય આપ્યું, મનુષ્ય જીવન વ્યસન મુક્ત હોવું જોઈએ, પ્રત્યેક વ્યક્તિએ વ્યસન મુક્તિ બનવું જોઇએ. તેમજ પોતાની ભવિષ્યને પેઢીને સારું શિક્ષણ આપી સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાનો ર્દઢ નિર્ધાર કરવો જોઇએ
હવે સિહોર પોલીસ મથકમાં વ્યસન કરતા જોવા મળશો તો દંડ, સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા પોલિસ ભાઈઓને રાખડી બાંધી વ્યસન મુક્તિના કરાવ્યા સંકલ્પ
સિહોર પોલીસ મથક ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પવિત્ર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સિહોરના પીઆઇ ભરવાડ સહિત તમામ પોલીસ સ્ટાફ અને સાથે સાથે પત્રકારોએ પણ ભાગ લીધો હતો આ તકે પીઆઇ ભરવાડે વ્યસન મુક્તિને લઈ સમાજને જબદરસ્ત સંદેશો આપ્યો છે કહ્યું છે કે વ્યસન મુક્તિ પ્રત્યે નિષ્ઠા જેટલી દૃઢ હશે એટલું જ એનું જીવન સુખમય બનશે. તેમજ પ્રત્યેક વ્યક્તિએ વ્યસન મુક્તિ બનવું જોઇએ તેમજ પોતાની ભવિષ્યને પેઢીને સારું શિક્ષણ આપી સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાનો ર્દઢ નિર્ધાર કરવો જોઇએ છેલ્લા 35 વર્ષથી સિહોરમાં કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય આવેલું છે આ વિદ્યાલય દરેક ક્ષેત્રમાં અનેક પ્રકારની સેવાઓ કરી રહ્યું છે.
આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી તો છૂટી ગયો પણ પોતાના વ્યસનથી દિવસને રાત બંધનમાં આવતો જાય છે વ્યસનનો ગુલામ બની ગયો છે.આવા સમયે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા લોકોને વ્યસન અને બુરાયોથી મુક્ત કરવાનું કાર્ય કરી રહેલ છે.આ કાર્યક્રમ અંતર્ગત સિહોર સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી વર્ષાબેન દ્વારા રક્ષાબંધનનું આધ્યાત્મિક મહત્વ સમજાવી લોકોને વ્યસન અને બુરાયોથી મુક્ત થવાની પ્રેરણા આપી અને પ્રતિજ્ઞા કરાવી હતી.વ્યસન મુક્તિના સંકલ્પ ને ધ્યાને લઈને પીઆઈ ભરવાડ સહિત દરેક પોલીસ સ્ટાફ અને પત્રકારોએ પોતાના વ્યસન દુર્ગુણ છોડવા માટે પ્રતિજ્ઞા કરી હતી.
સાથે જ પીઆઇ ભરવાડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આજથી પોલીસ મથકની અંદર કોઈપણ જાતનું વ્યસન નહીં કરવાનું અને જો કરતા ધ્યાનમાં આવશે તો એમને 200 રૂપિયાનો દંડ ભરવાનો રહેશે સાથે પીઆઇ એ પણ કીધું હતું કે જો તમે મને પણ જુઓ તો મારી પાસેથી પણ 200 રૂપિયા લઈ લેવાના. સિહોરનું આ પહેલું પોલીસ સ્ટેશન જે વ્યસન મુક્ત બનવાની હોડમાં પહેલ કરી રહ્યું છે. બ્રહ્માકુમારી વર્ષાબેન એ સાથે સાથે એ પણ જણાવ્યું કે આપ સૌ અમારા સેવા કેન્દ્રમાં એક મુલાકાત માટે જરૂર લેશો અને જો તમને સમય અનુકૂળ હશે તો અમે અહીંયા આવીને પણ તમને સાત દિવસ એક એક કલાક એટલે કે સાત કલાક ઈશ્વરે જ્ઞાન સંભળાવવા પોતાને ભાગ્યવાન સમજશુ.