Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિટેન બેઠક મળશે! જાણો કયા મુદ્દે થશે ચર્ચા

Published

on

વિધાન સભા સત્રના પહેલા આજરોજને 11.30 કલાકે ગાંઘીનગર ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલ અનેક આંદોલનો પર ચર્ચા વિચારણા કરી તેની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ આવનાર દિવસોમાં વડાપ્રધાનના આગમનને લઈને પણ અનેક કાર્યક્મોની તૈયારીઓ સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે.

આ કાર્યક્મમાં અનેક કામો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં વિધાનસભા સત્રમાં બિલ અને જૂના કાયદા રદ્ કરવા બાબતે ચર્ચા થશે. તે સાથે જ ગુજરાત નેશનલ લો યુનિ. બિલનો સુધારો તેંમજ ગુજસીટોકના કાયદા પર પણ ચર્ચા કરવામાં આવશે.

chief-minister-bhupendra-patel-will-meet-the-cabinet-today

જૂના કાયદા રદ્ કરવા બાબતે ચર્ચા:

વિધાનસભા સત્રમાં આવનાર બિલ અને જૂના કાયદાને રદ્ કરવા અંગેની ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં અનેક મુદ્દાને ધ્યાનમાં રાખીને આ અંગેની ચર્ચા વિચારણા રજૂ કરવામાં આવશે

વિવિધ આંદોલનો પર ચર્ચા:

Advertisement

આજની બેઠકમાં સીએમ ગુજરાતમાં ચાલી રહેલ અનેક આંદોલનો પર ચર્ચા કરશે. જેમાં કેટલાય સમયથી આંદોલન પર ઉતરેલા ક્રમચારીઓના પશ્રો મુદ્દે વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

chief-minister-bhupendra-patel-will-meet-the-cabinet-today

પીએમ મોદીના કાર્યક્મને લઈને પણ વિચારણા:

 આગામી સમયમાં પીએમ મોદી ગુજરાત મુલાકાતેં આવી રહ્યા છે ત્યારે અનેક કાર્યક્મોના આયોજન અને સુરક્ષાને લઈને પણ યોજના ઘડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં વિધાનસભાની ચુંટણીને લઈને મોદી સહિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમો અંગે આજની બેઠકમાં વિચારણા કરવામાં આવશે. આ સાથે બિજા અનેક મુદ્દે પણ ચર્ચા થશે

Trending

Exit mobile version