Sihor

સિહોર મોઢ મહિલા સમાજના 25 વર્ષ પૂર્ણ થતા; શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ ભવ્ય ઉજવણી થઈ

Published

on

બંધનમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું, સમાજના અગ્રણીઓ મોભીઓને સન્માનિત કરાયા, ભવ્ય રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, સંગીત સંધ્યામાં સૌ કોઈ ઝુમ્યા ઉઠ્યા, રજત જયંતીની બંધનમાં ભવ્ય રીતે ઉજવણી થઈ

celebrating-25-years-of-sihore-modha-mahila-samaj-a-grand-celebration-took-place-on-the-eve-of-sharad-poonam

સિહોર ખાતે શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ મોઢ મહિલા સમાજના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતીની ભવ્ય ઉજવણી થઈ છે. 25 વર્ષ પૂર્ણ થતી વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ, સંગીત સંધ્યા, સન્માન સમારોહ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું કાર્યક્રમ વેળાએ સમાજના મોભીઓ મહારથીઓ હાજર રહ્યા હતામોઢ સમાજ સિહોરના ગઈકાલે રવિવારે 25 વર્ષ પૂર્ણ થતાં બંધન પાર્ટી પ્લોટમાં ભવ્ય રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો જેમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

celebrating-25-years-of-sihore-modha-mahila-samaj-a-grand-celebration-took-place-on-the-eve-of-sharad-poonam

કાર્યક્રમમાં સમાજના વિવિધ શેત્રના અગ્રણીઓ મહારથીઓ ઉપસ્થિત રહ્યા હતા સિહોર મોઢ મહિલા સમાજના 25 વર્ષ પૂર્ણ થયા છે જે પ્રસંગે રજત જયંતિ મહોત્સવ ઉજવણીનું આયોજન કરાયું છેસિહોરના નામાંકિત બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર રજત જયંતિ મહોત્સવમાં સંગીત સંધ્યા, સન્માન સમારોહ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમમાં અતિથિ તરીકે હર્ષદભાઈ શાહ, ભાવનાબેન ધોળકીયા, હર્ષિતભાઈ વોરા, કાલીન્દીબેન પારેખ, ખ્યાતિબેન પારેખ, શશીકાન્તભાઈ મહેતા, નિતીનભાઈ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રવિવારની ઢળતી સાંજ બંધનમાં દિપી ઉઠી હતી. સંગીત સંધ્યામાં સૌ કોઈ ઝુમ્યા ઉઠ્યા હતા

Trending

Exit mobile version