Bhavnagar

ભાવનગર જિલ્લાને તમાકુ મુક્ત બનાવવાના અભિયાનનો પ્રારંભ : 600 સાઇકલ સવારો જોડાયા

Published

on

બ્રિજેશ

જીલ્લા પંચાયત કચેરીની ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ-આરોગ્ય શાખા દ્વારા સાયકલ મેરેથોન યોજાય, અતિ પ્રસિદ્ધ એવા કોળીયાક બીચને તમાકુ મુક્ત બનાવવા લીધા શપથ, ૬૦૦ થી વધુ સાયકલ સવારો તમાકુ મુક્ત અભિયાન હેઠળ સાયકલ મેરેથોનમાં જોડાયા, આગામી સમયમાં પ્રા.શાળાઓ, માધ્ય.શાળાઓ-કોલેજો અને સરકારી સંકુલોને તમાકુ મુક્ત કરવા અભિયાન હાથ ધરાશે.

આજના યુવાઓ સહીત અનેક લોકો તમાકુ અને તેની બનાવટના વ્યસની બની ગયા છે.તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે અતિ હાનીકારક છે આમ છતાં લોકો વ્યસન મુક્ત નથી બની શકતા ત્યારે તમાકુ મુક્ત ભાવનગર અભિયાન અંતર્ગત આજે ભાવનગર જીલ્લા પંચાયતની ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ-આરોગ્ય શાખા દ્વારા ભાવનગરથી કોળીયાક સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૬૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

Campaign to make Bhavnagar district tobacco free started: 600 cyclists joined

ભાવનગર જીલ્લા પંચાયત કચેરીની ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ-આરોગ્ય શાખા દ્વારા આજે તમાકુ મુક્ત ભાવનગર અભિયાનનો પ્રારંભ કરતા ભાવનગરથી કોળીયાક સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કર્યું હતું. કોળીયાક બીચ કે જેનું દેશમાં અનેરું મહત્વ છે, અહી સમુદ્રમાં પાંડવો સ્થાપિત પ્રાચીન શિવાલય આવેલું છે અને દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહી દર્શનાર્થે અને ફરવા આવતા હોય ત્યારે આ કોળીયાક બીચને ટોબેકો ફ્રી બનાવવાની સાથે સાથે આવનારા સમયમાં ભાવનગર જીલ્લો ટોબેકો ફ્રી બને તે માટે સાયકલ મેરેથોન યોજાય હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઝંડી ફરકાવી તેમજ ફુગ્ગાઓ આકાશમાં છોડી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને સાયકલ સવારો ભાવનગરથી ૨૫ કિમી દુર કોળીયાક બીચ ખાતે જવા રવાના થયા હતા.

Campaign to make Bhavnagar district tobacco free started: 600 cyclists joined

જ્યાં તમામ લોકો ટોબેકો ફ્રી કોળીયાક બીચ ના શપથ લેશે તેમજ આવનારા સમયમાં ભાવનગર જીલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ-કોલેજો અને સરકારી સંકુલો પણ ટોબેકો ફ્રી બને તે અંગેના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તમાકુના સેવનથી કેન્સરની સાથે સાથે હાર્ટ ની બીમારીઓ,લકવો તેમજ માથાથી પગ સુધીની અનેક ગંભીર બીમારીઓ થાય છે ત્યારે આજનો યુવા અને વ્યસની લોકો તમાકુના વ્યસનથી મુક્ત બની એક સ્વસ્થ જીવન જીવે તેવા ઉદેશ્ય સાથે આજની સાયકલ મેરાથોન યોજાય હતી. જેમાં અનેક ખાનગી હોસ્પિટલો સહિતની સંસ્થાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

Advertisement

Trending

Exit mobile version