Sihor
બોલો લ્યો… સિહોરના જાંબાળા ગામની નદીમાં સ્વસ્તિક કન્ટ્રક્શન દ્વારા માત્ર બે દિવસ જીસીબી ચલાવ્યું ; લાખોનું બિલ પાસ કરાવવાની પેરવી
Pvar
સુજલામ સુફલામ યોજનાનાં કામમાં ગેરરિતીના આક્ષેપ થી ખળભળાટ
સમગ્ર મામલે જાંબાળા ગામના પૂર્વ ઉપ સરપંચ અશોક મામસી મેદાને પડ્યા, કહ્યું અશ્વિન પરમારના સ્વસ્તિક કન્ટ્રક્શને સુજલામ સુફલામ યોજના હેઠળ જાંબાળા કાજાવદર નદીમાં માત્ર બે દિવસ જીસીબી ચલાવી પૂરતી સફાઈ ન કરી, રાજકીય વગ રાખી લાખ્ખોનું બિલ પાસ કરાવવાની પેરવી ચાલી રહી છે, ઉચ્ચ સ્તરે રજુઆત કરીને તપાસની માંગ, મામસીએ કહ્યું જરૂર પડે તો કોર્ટમાં જશું
સિહોરના જાંબાળા ગામની નદીમાં સુજલામ સુફલામ યોજનાનાં કામમાં ગેરરિતીના આક્ષેપ થી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ સુજલામ સુફલામ યોજના હેઠળ જિલ્લામાં થઈ રહેલ કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સિહોર તાલુકા પંથકમાં પણ આ યોજના હેઠળ નિયમો અંતર્ગત તળાવો ઉંડા કરવાની કામગીરી થઇ રહી છે પરંતુ કેટલાક ગામોમાં આ યોજના હેઠળ જે કામગીરી થઇ રહી છે તેની સામે ગ્રામજનોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેટલાક ગામમાં તળાવ તો એવા છે કે જે પહેલેથી ઘણા ઊંડા છે છતાં એનકેન પ્રકારે તેને ઊંડા કરવાની પરવાનગી મેળવી તેમાંથી માટી ઉલેચાઈ રહી છે આ રીતે વધુ પડતા ઊંડા થઈ જતા તળાવ જ્યારે પૂરેપૂરા ભરાઈ જાય ત્યારે સ્થાનિકો માટે જોખમી પણ બની રહે છે.
ત્યારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલ કામોમાં ગેરરીતિ થઇ હોવાનાં આક્ષેપ સાથે સિહોરના જાંબાળા ગામના પૂર્વ ઉપ સરપંચ અશોક મામસીએ રજુઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યાં અનુસાર આ યોજના અંતર્ગત માત્ર દેખાવ કરવા માટે કામો થયાં છે. જાંબાળા ગામના પૂર્વ ઉપ સરપંચ અશોક મામસી મેદાને પડી આક્ષેપો કર્યા છે કે અશ્વિન પરમારના સ્વસ્તિક કન્ટ્રક્શને સુજલામ સુફલામ યોજના હેઠળ જાંબાળા કાજાવદર નદીમાં માત્ર બે દિવસ જીસીબી ચલાવી પૂરતી સફાઈ કરી નથી. ત્યારે રાજકીય વગ રાખીને લાખ્ખોનું બિલ પાસ કરાવવાની પણ પેરવી ચાલી રહી છે, મામસીએ કહ્યું જરૂર પડે તો અમે કોર્ટમાં પણ જશું ખોટા બીલો મુકી નાણાંનો દુરઉપયોગ ન થાય તે માટે તપાસની માંગ કરી છે.