Sihor

તંત્રના આંખ આડા કાન ; સિહોરમાં ગટરના પાણી અને ઠેર ઠેર કચરાના ઢગલાની ગંભીર સમસ્યા : સઘન સફાઈનો અભાવ

Published

on

પવાર

સફાઇમાં તંત્રના આંખ આડા કાન, સિહોર સુંદર નગર ને બદલે ગંદુ નગર, મોટાભાગના વોર્ડમાં કચરા અને ગંદકીનાં પ્રશ્ર્નથી લોકો ત્રસ્ત, ન.પા. દ્વારા સફાઇ માટે થતો લાખ્ખોનો ખર્ચ પાણીમાં

સિહોર શહેરમાં સઘન સફાઈના અભાવે તેમજ શહેરમાં ઠેર-ઠેર ગટરના પાણી અને કચરાના ઢગલાના કારણે ગંભીર સમસ્યા ઉદભવી છે. સિહોરને સુંદરનગર બનાવવા માટે સ્વચ્છ ભારત અંતર્ગત નગરપાલીકા દ્વારા વર્ષે દહાડે લાખ્ખ રૂા.નો સ્વચ્છતા પાછળ ખર્ચ કરવામાં આવે છે. અસંખ્ય વાહનો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ છતા શહેરમાં ગંદકી-કચરાના ગંજની જેમની તેમ પરિસ્થિતી જોવા મળતી હોવાથી નગરપાલીકાનો સેનીટેશન વિભાગ અને ગટર વિભાગ નિષ્ક્રીય પુરવાર થઈ રહ્યો હોવાનો ઘાટ સર્જાયો છે ત્યારે સત્વરે સિહોર શહેરમાં કચરો ગંદકી અને ગટરના પાણી દૂર કરવા લોક માગ ઉઠવા પામી છે.

blind eye of the system; Serious problem of sewage and garbage heaps in Sihore: lack of intensive cleaning

સિહોર નગરપાલીકાનાં 9 વોર્ડ વિસ્તારોમાંથી ગટર સફાઈ, કચરો ઉપાડવા, સ્વચ્છતા જાળવવા નગરપાલીકા દ્વારા વર્ષે દહાડે લાખ્ખો, કરોડો, રૂા.નો ખર્ચ કરવામાં આવે છે તેમ છતા મોટાભાગના વોર્ડમાં જેમની તેમ પરિસ્થિતી જોવા મળે છે. શહેરનાં અનેક વિસ્તારોમાં દિવસો સુધી ઉકરડાના ઢગલા ઉપાડવામાં આવતા નથી. સફાઈ કામદારો પુરતી સફાઈ કરતા નથી. અમુક જગ્યાએ તો કયારેય સફાઈ કરવામાં આવતી જ નથી. ભૂગર્ભ ગટરની સફાઈ કરીને કચરો બહાર કાઢી રોડ ઉપર ઠાલવવામાં આવે તો દિવસો સુધી તેને ઉપાડવા કોઈ આવતુ નથી, અને આ કચરો સુકાઈ જાય, ફરી ભૂગર્ભ ગટર અને રસ્તા ઉપર ફરી વળતો હોય છે..! રોડ રસ્તાઓ પર ચૂંટાયેલા પ્રતિનીધીઓ અધિકારીઓની આવન જાવન છતા કચરાના ઢગલાઓ કે ગટરના પાણીઓ કોઈને દેખાતા નથી તે આશ્ચર્યજનક અને આઘાત જનક છે..!

blind eye of the system; Serious problem of sewage and garbage heaps in Sihore: lack of intensive cleaning

આ માટે જવાબદાર કોણ..? શહેરને સુંદરનગર બનાવવાની અનેકવાર વાતો થાય છે પણ વાસ્તવીકતા તદન અલગ જોવા મળી રહી છે..! નગરપાલીકા તંત્રના અધિકારી આ બાબતની ગંભીર નોંધ લઈ સફાઈ પાછળ થતો ખર્ચ એળે જતો અટકાવવા સેનીટેશન અને ગટર વિભાગને ખરા અર્થમાં એકટીવ બનાવી સિહોરને સુંદરનગર બનાવવાની થતી વાતો યથાર્થ પુરવાર કરે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે.

Advertisement

Trending

Exit mobile version