Sihor

ધન્‍ય માતા,ધન્‍ય પુત્ર,ધન્‍ય પરિવાર ! પુજ્‍ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુની શ્રધ્‍ધાંજલી

Published

on

કુવાડિયા

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પુજ્‍ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુએ શ્રધ્‍ધાંજલી અર્પણ કરી છે.  પૂ.મોરારિબાપુએ  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પુજ્‍ય માતુશ્રી હિરાબાને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા જણાવ્‍યું હતું કે યશસ્‍વી અને અમારા રાષ્‍ટ્રના રાષ્‍ટ્ર પુરૂષ, આત્‍મીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી. જય સીયારામ. હમણાં પૂજ્‍ય હીરાબાના નિર્વાણના સમાચાર મળ્‍યા. આપના જેવા સપૂતને રાષ્‍ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત કરનાર માતાની વિદાયથી કોને પીડાના થાય ? પૂજ્‍ય માના નિર્વાણ ને મારા પ્રણામ. એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પુ છું. આપ સૌને અને પુરા પરિવારને મારી દિલસોજી પાઠવું છું. ધન્‍ય માતા,ધન્‍ય પુત્ર,ધન્‍ય પરિવાર!  રામ સ્‍મરણ સાથે, તેમ અંતમાં પૂ.મોરારિબાપુએ જણાવ્‍યું હતું.

Trending

Exit mobile version