Bhavnagar
ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજો શનિવારે ભાવનગર જિલ્લામાં – સભા અને પ્રચારનો ધમધમાટ
કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ તળાજા તથા મહુવા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ ગારિયાધારમાં સભા સંબોધશે
Pvar
વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજો શનિવારે ભાવનગર જિલ્લામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ તળાજા તથા મહુવા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ ગારિયાધારમાં સભા સંબોધશે. ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ શ્રી મૂકેશ લંગાળિયાએ આપેલ વિગતો મૂજબ ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારોના સમર્થનમાં પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના સભા તેમજ જનસંપર્ક કાર્યક્રમો ગોઠવાયા છે. જિલ્લા અને પ્રદેશ સંગઠનના આયોજન સાથે આવતા શનિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ તળાજા અને મહુવામાં જનસભાઓને સંબોધશે. આ જ દિવસે ગારિયાધાર ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સભા સંબોધન કરશે.ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળના સંકલન સાથે જિલ્લા ભાજપના મહામંત્રીઓ શ્રી ભૂપતભાઈ બારૈયા, કેતનભાઈ કાંત્રોડિયા તથા શ્રી હરેશભાઈ વાઘ સાથે જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ ભારે જોમ સાથે આ ચૂંટણી પ્રચાર સભાઓના આયોજનમાં જોડાયા છે, તેમ જિલ્લા ભાજપ પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટની યાદીમાં જણાવાયું છે.