Botad
ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર શુંભુપ્રસાદ ટુંડિયાએ ઉમેદવારી નોંધાવી, સી.આર પાટીલ રહ્યા હાજર
નિલેશ આહીર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવાનો આજે છેલ્લો દિવસ છે મળતી જાણકારી અનુસાર ગઢડા 106 બેઠકના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાના સમર્થનમાં મોટી સંખ્યામાં સંતો પહોંચ્યા હતા.
શંભુપ્રસાદ ટુંડિયા સંતોની હાજરીમાં મોટી સંખ્યામાં રેલી સાથે નામાંકન ભરવા પહોંચ્યા હતા શંભુ પ્રસાદે ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં શુંભુપ્રસાદે ઉમેદવારી નોંધાવી હતી.
આ પ્રસંગે સીઆર પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાને પોતાનો રેકોર્ડ તોડવાની વાત કરી છે તે જ મુજબ રેકોર્ડ તૂટશે. આત્મારામ પરમાર,સુરેશ ગોધાણી, સહિત મોટી સંખ્યામાં સંતો સાથે કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઢડા બેઠક પરથી ભાજપે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ આપી છે. શંભુપ્રસાદ ટુંડિયા ઝાંઝરકા સવૈયા નાથની જગ્યાના ગાદીપતિ છે.