Bhavnagar
ભાવનગર જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ : ભારે પવન સાથે બપોરે અડધો ઇંચ વરસાદ, મહુવામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત, અનેકના સ્થળાંતર
પવાર
ભાવનગર શહેર જિલ્લામાં વાવાઝોડાની અસર હેઠળ દિવસ ભર ભારે પવન ફૂંકાયો હતો. સાંજના ચાર વાગ્યા સુધીમાં જિલ્લામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરિયાઈ વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો રહ્યો છે.
મહુવાના દયાળ ગામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા માહિતગાર કરાયા
મહુવાના દયાળ ગામના વાડી વિસ્તારમાં રહેણાંક મકાનના નળિયાં ઉડી જતાં અસરગ્રસ્તોને પ્રાથમિક શાળામાં શિફ્ટીગની ખાતરી કરી શિફ્ટ થવા લાયઝન ઓફિસર, TCM સંરપચ હાજરીમાં માહિતગાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર વલભીપુર શહેરી વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાતે
ભાવનગર જિલ્લામાં “બિપરજોય” વાવાઝોડાની અસર ના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. હાલમાં વલ્લભીપુર શહેરી વિસ્તારમાં વહીવટી તંત્રના અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને સલામત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
તળાજાના મીઠી વીરડીના દરિયાકાંઠે ખાતે જિંગા ફાર્મમાં કામ કરતા શ્રમિકોને તેમના ઘરે પરત મોકલાયા
બિપરજોય વાવાઝોડાને અનુલક્ષીને તળાજાના મીઠી વીરડી ખાતે દરિયાકિનારા પર આવેલા જિંગા ફાર્મ ના શ્રમિકોને સમજાવી તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. તળાજાના પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડાએ સ્થળ પર નિરીક્ષણ હાથ ધરી જરુરી સૂચનાઓ આપી હતી.
બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચેલા આપદામિત્રો સાથે બચાવની કામગીરી અંગે બેઠક યોજાઇ
આજરોજ બીપરજોય વાવાઝોડાના અનુલક્ષીને મહુવા, તળાજા, ઘોઘા અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી અર્થે આપદામિત્રોની ટીમ પહોંચી હતી. જેમાં તેઓને તમામ પ્રાંત અધિકારીશ્રીઓ – મામલતદારશ્રી ની સાથે બચાવની કામગીરી અંગે બેઠક યોજાઇ હતી.
મહુવાના ઊંચા કોટડા ખાતે ભારે પવન ફુંકાતા ૩ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઊંચા કોટડા ખાતે ભારે પવન ફુંકાતા ઘરોના પતરાં ઉડી ગયા છે અને ૩ લોકો ઇજાગ્રસ્ત થયા છે વહીવટી તંત્ર દ્વારા તેમને સારવાર માટે ખસેડાયાં છે.