Sihor

બિપરજોય અસર ; સિહોરમાં બપોરના સમયે તોફાની પવન સાથે અડધા થી એક ઇંચ વરસાદ

Published

on

બ્રિજેશ

  • અનેક સ્થળોએ હાઇવે પર વૃક્ષો ઢળી પડતા વાહન વ્યવહારને અસર : વાવાઝોડાની અસરથી આજે ત્રીજા દિવસે વરસાદી માહોલ, પવનના સુસવાટા સાથે ગ્રામ્ય પંથકમાં હળવા ભારે ઝાપટા, અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ

સિહોર અને પંથકમાં બિપરજોય વાવાઝોડાને ભારે પવન સાથે છેલ્લા ત્રણ દિવસ થી હળવો ભારે વરસાદ પડી રહ્યો છે. દિવસભર સમગ્ર સુસવાટા મારતો પવન ફૂંકાવવાની સાથે ઉઘાડ પણ જોવા મળ્યો હતો. બિપરજોય વાવાઝોડાને લઈને વાતાવરણ પલટાયું છે.

biparjoy-effect-a-half-to-an-inch-of-rain-in-sihore-with-gusty-winds-in-the-afternoon

છેલ્લા ત્રણ દિવસથી સિહોર સાથે તાલુકાના વિસ્તારોમાં ઘટાટોપ વાદળો વચ્ચે હળવાથી લઈને ભારે વરસાદ પડતાં છેલ્લા ર-૩ મહિનાથી અસહૃા ગરમીનો સામનો કરતી જનતાને ઠંડકનો અનુભવ થયો હતો. પવનની ગતિમાં વધઘટ વચ્ચે બપોરે ઘટાટોપ વાદળો ધસી આવ્યા બાદ ભારે વરસાદ પડયો હતો અને થોડીવાર માટે ભારે ઝાંપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસભર ભારે પવન ફુંકાઈ રહૃાો છે અને ધુળની ડમરીઓ ઉડી રહી છે.

biparjoy-effect-a-half-to-an-inch-of-rain-in-sihore-with-gusty-winds-in-the-afternoon

જેથી વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. ત્યારે બપોર બાદ વરસાદનું વરસવાનું ચાલું થતાં પવનની ગતિ ધીમી પડી છે અને વાતાવરણમાં ઠંડક તથા ભારે ગરમીથી રાહત મળી છે અને દિવસભર ઉડતી ધુળથી લોકોને મુકિત મળી છે. પંથકમાં આજે બપોર બાદ જોરદાર વાવાઝોડાની અસર જોવા મળી હતી..

Trending

Exit mobile version