Sihor

સિહોર શહેરમાં વૈશાખ વરસ્યો ; ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ; સર્વત્ર પાણી પાણી

Published

on

પવાર દેવરાજ

કાળઝાળ ગરમીના દિવસોમાં બપોરના સમયે સુસવાટા મારતા ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસ્યો : કાળા ડિબાંગ વાદળો ઘસી આવ્યા ; ધોમધખતા તાપના બદલે ટાઢોડુ : મેઘરાજા ઓચિંતા મહેમાન બન્યા : દોઢ ઈંચ પાણી પડ્યું : સિહોર બન્યુ હિલસ્ટેશન

વેસવેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી, સતત ગાજવિજ સાથે માવઠા વરસી રહ્યા છે. ત્યારે શનિવાર એ બપોરના સમયે સિહોર શહેરમાં પણ વિજળીનાં કડાકા ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડયો હતો. શનિવાર એ બપોર બાદ શહેરમાં અચાનક હવામાન પલ્ટો સર્જાયો હતો અને ગાજવિજ સાથે ભારે વરસાદ પડ્યો હતો.

Baisakh rains in Sihore city; Heavy thundershowers; Water water everywhere
Baisakh rains in Sihore city; Heavy thundershowers; Water water everywhere

શહેરમાં વિજળીનાં કડાકા ભડાકા, સાથે ધોધમાર વરસાદને પાણી-પાણી થઈ ગયા હતાં. હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે શનિવાર એ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શનિવાર એ બપોર બાદ સિહોર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભરઉનાળે વરસાદ વરસતા નાના બાળકો ન્હાવાની મજા માણતા નજરે પડ્યા હતા. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 મેં સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે શનિવાર એ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Baisakh rains in Sihore city; Heavy thundershowers; Water water everywhere
Baisakh rains in Sihore city; Heavy thundershowers; Water water everywhere
Baisakh rains in Sihore city; Heavy thundershowers; Water water everywhere

ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા અને ગરનાળામાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા હતા. શહેર ઉપરાંત તાલુકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. માવઠાના કારણે ખેતીપાકને નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી હતી.

Advertisement

Exit mobile version