Bhavnagar
ભાવનગર યુનિવર્સીટી હસ્તકની હોસ્ટેલમાં ભારે ગંદકીથી વિદ્યાર્થીઓ ત્રાહિમામ.
દેવરાજ ; પવાર
એમ.કે.બી. યુનિવર્સીટી સંચાલિત હોસ્ટેલમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય, હોસ્ટેલ કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં ભારે ગંદકીથી વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા, પીવાના-ન્હાવાના પાણીની અપૂરતી વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અકળાયા, જે એજન્સીને સાફસફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે જાળવણી કરવામાં નિષ્ફળ રહી છે-રજીસ્ટ્રાર, જો આગામી સમયમાં આ એજન્સી યોગ્ય કામગીરી સફાઈ અંગે નહિ કરે તો કોન્ટ્રાક્ટ અન્યને આપી દેવામાં આવશે.
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી હસ્તકની યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી ચાર કોલેજોના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહી રહ્યા છે તે હોસ્ટેલમાં હાલ ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહી હોસ્ટેલની સાફસફાઈનો કોન્ટ્રાક્ટ અમદાવાદની જે સફલ હોસ્પીટાલીટી નામની કંપનીને આપવામાં આવેલો હોવા છતાં આ કંપની દ્વારા સાફસફાઈમાં સાવ અવળચંડાઇ કરી તેના કોન્ટ્રાક્ટને પેટા કોન્ટ્રાક્ટમાં આપી રૂ. રળી રહી છે પરંતુ સાફસફાઈમાં સાવ ધાંધિયા કરતા હોસ્ટેલની હાલત દયનીય બની છે. ચારે તરફ ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ અને જાળાના ગંજ અને ગંદકીના થર જામ્યા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પોતાના સ્વાસ્થ્યને લઇ ચિંતા કરતા તાકીદે સાફસફાઈ કરી સ્વચ્છતાનું પાલન કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી વિવિધ કોલેજો પૈકી ચાર કોલેજોના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં બહારગામ થી અહી આવી અભ્યાસ સાથે રહી રહ્યા છે તેવી હોસ્ટેલમાં હાલ ભારે ગંદકી નજરે પડી રહી છે. ચારે તરફ બિલ્ડીંગ\માં કરોળિયાના જાળા નું સામ્રાજ્ય જોવા મળે છે. જયાને ત્યાં કચરો અને આ કચરો પણ નિકાલ કરવાના બદલે હોસ્ટેલ કેમ્પસમાં તેને બાળવામાં આવી રહ્યાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. અહી ફાયર સેફટી ની કોઈ સુવિધા નથી અને ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન અને સડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અહી વિદ્યાર્થીઓને ન્હાવા કે પીવા માટે જરૂરી પાણીની કોઈ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં નથી તેમજ બાથરૂમ અને સૌચાલયની હાલત તો એટલી ખરાબ છે કે વિદ્યાર્થીઓ પણ ત્યાં જતા સંકોચ અનુભવી રહ્યા છે પરંતુ અભ્યાસ માટે રૂ. ખર્ચી હોસ્ટેલમાં આવી ચુકેલા આ વિદ્યાર્થીઓ માટે અહી ન છૂટકે અને પોતાના સ્વાસ્થ્ય જોખમમાં છે છતાં રહેવા મજબુર બન્યા છે ત્યારે આવો ખાસ વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે અને જાણીએ હકીકત શું છે તે.
આ અંગે યુનિવર્સીટીના રજિસ્ટર સાથે વાત કરતા તેમને કહ્યું કે આ હકીકત છે કે હોસ્ટેલમાં ભારે ગંદકી સ્થપાયેલી છે જેનું કારણ સાફસફાઈ નો કોન્ટ્રાક્ટ જે એજન્સી ને આપવામાં આવેલો છે તેની કામગીરી યોગ્ય ન હોય એટલેકે આ એજન્સી તેને મમળેલો કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટ માં આપી દેતા અને જેને આપ્યો હતો તે સાવ કામ ન કરતી હોય હોસ્ટેલમાં ભારે ગંદકી જામી છે આ નાગે તેને ઇસી માં રીપોર્ટ કરેલો છે અને આગામી દિવસોમાં જો આ કંપની યોગ્ય કામગીરી નહિ નિભાવે તો અન્ય લાઈનમાં રહેલી કંપનીને કામ સોપી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.